GTU દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 414 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
215 વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં, 147 વિદ્યાર્થીઓના તમામ વિષયના પરિણામ રદ કરાયા, 31 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિવિધ શાખાઓના સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું હીયરીંગ કરાયું હતું. જેમાં કુલ 445 વિદ્યાર્થીઓમાંથી 414 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવવામાં આવી છે. ગેરરીતિ કરનારા તમામ વિદ્યાર્થીઓને બે સ્તરમાં […]