ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા થલતેજમાં અદ્યતન વાંચનાલય બનાવાશે
                    સ્નાનાગારમાં નવો ફિલ્ટરેશન પ્લાન્ટ નખાશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણયો, અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે. યુવાનો આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રકારે તેનો વિકાસ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

