ગુજરાતમાં વધુ 67 કૃષિ ઉદ્યોગ એકમોને 11 કરોડની સહાયનું કૃષિમંત્રી દ્વારા વિતરણ કરાયું
ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ નોંધાયેલ કૃષિ ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગની સ્થાપના માટે સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા નવા 67 જેટલા કૃષિ ઉદ્યોગકારોને સહાય હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. કૃષિ મંત્રીએ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, […]