અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કૂખ્યાત બે ગેન્ગસ્ટરને દબોચી લીધા
અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: શહેરના વેજલપુર-વિશાલા રોડ પર ફિલ્મી ઢબે પીછો કરીને રાજસ્થાનની અત્યંત કુખ્યાત અમન બચ્ચા ગેંગના બે સાગરીતોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે બન્ને સાગરિતોને પકડવા માટે સાત કલાકની જહેમત ઊઠાવ્યા બાદ સફળતા મળી હતી. બંને આરોપીઓ ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શુટીંગ, આર્મ્સ એકટ સહિત 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. […]


