1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના રિવરફ્રન્ટ પરથી કાલે 22મી સપ્ટેમ્બરથી હેલિકોપ્ટર જોય રાઈડ ફરી શરૂ થશે

જોય રાઈડ માટે 10 મિનિટના હવે 5900 ચૂકવવા પડશે, અઠવાડિયામાં છ દિવસ જોય રાઇડ સર્વિસ ચાલુ રહેશે, પ્રતિ રાઇડે ગુજસેલને યુઝર ડેવલપમેન્ટ ફી પેટે નક્કી કરેલો ચાર્જ ચૂકવાશે. અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર એક વર્ષથી બંધ થયેલી હેલિકોપ્ટર જોયરાઇડ સેવા આવતી કાલે તા. 22 સપ્ટેમ્બરને સોમવારથી ફરીથી શરૂ થશે. હેલિકોપ્ટરની જોય રાઈડ સેવામાં આ વખતે બમણો […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદઃ ગુજરાતમાં વિદાય લેતા પહેલા ચોમાસું ફરી એકવાર જામ્યું છે. અંતિમ તબક્કામાં ધોધમાર વરસાદે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કર્યા છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું. અચાનક વરસાદને કારણે વાહન ચાલકો અટવાયા, જ્યારે વાતાવરણમાં ઠંડક વધી. ગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થયા બાદ […]

અમદાવાદમાં નવરાત્રીના તહેવારોમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, ખેલૈયાઓ રાતના 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર કે માઇક પર ગરબા કરી શકશે, 12 વાગ્યા બાદ સ્પીકર અને માઈક સિસ્ટમ વાપરનાર સામે ગુનો નોંધાશે અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. શહેરની દરેક સોસાયટીઓ, પાર્ટીપ્લોટ્સ, કલબોમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નવરાત્રી દરમિયાન […]

અમદાવાદમાં સ્ટ્રીટલાઈટ કે ડીપીના વાયરો ખૂલ્લા દેખાશે તો કોન્ટ્રાકટરોને 50 હજારનો દંડ કરાશે

એએમસીના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે, સ્ટ્રીટ લાઈટ માટે ટૂંક સમયમાં SOP બનાવવામાં આવશે, નવા બાંધકામોમાં એક મહિનામાં બીયુ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના વાયરો ખૂલ્લા હોવાને લીધે શોર્ટ લાગવાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં શહેરના નારોલ વિસ્તારમાં વીજ કરંટથી દંપત્તિના મૃત્યુ થવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એલર્ટ બન્યુ […]

અમદાવાદના દાણીલીમડામાં મ્યુનિના ડમ્પરની અડફેટે એક્ટિવાચાલકનું મોત

એક્ટિવાચાલક યુવાન દાણીલીમડાથી શાહઆલમ દવા લેવા માટે જતો હતો, ડમ્પરનો ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી,  અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં મ્યુનિના ડમ્પરચાલકે એક્ટિવા સ્કૂટરચાલકનો ભોગ લીધો છે. શહેરના દાણીલીમડા પોલીસ લાઈન સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા […]

અમદાવાદમાં પોલીસ જવાનની કારએ રિક્ષાને ટક્કર મારી, રિક્ષાચાલક બેભાન

કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી, પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો લોકોએ કર્યો આક્ષેપ, ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગત મોડી રાતે વિશાળા સર્કલ પાસે કારએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાએ પલટી ખાતા રિક્ષાચાલકને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતને લીધે લોકોનું ટોળું […]

અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધામાં વિજેતા સોસાયટીઓને ઈનામો અપાશે

એએમસી દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા આયોજન કરાયુ, નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે, રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજાશે અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે આ વખતે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. શહેરના રહેણાંક વિસ્તાર […]

અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

વડાપ્રધાન મોદીના જન્મદિને ભાજપ દ્વારા યોજાઈ આરોગ્ય શિબિર, મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કરાયુ, આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયુ  અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું. આ […]

અમદાવાદમાં 24 લાખથી વધુ E-ચલણ પેન્ડિંગ, ઘીકાંટા કોર્ટમાં દંડ ભરવા ટ્રાફિક સેન્ટર શરૂ કરાયું

અગાઉ પોલીસ કમિશનર ઓફિસ ખાતે દંડ ભરી શકાતો હતો, ટ્રાફિકનો ભંગ કરેલા વાહનચાલકોએ 160 કરોડના મેમો ભર્યા નથી, ઘીકાંટા કોર્ટમાં સેન્ટર શરૂ કરાતા પ્રથમ દિવસે 68 હજારથી વધુનો દંડ લોકોએ ભર્યો અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ ટ્રાફિકભંગના ફોટા પાડીને વાહનમાલિકોને તેમના મોબાઈલ ફોન પર ઈ-મેમો […]

અમદાવાદમાં નવા વાડજમાં AMTS બસ ડેપોની દીવાલ ધસી પડતા યુવાનનું મોત

સ્થાનિક રહિશોએ દીવાલ જર્જરિત હોવાથી તંત્રને વારંવાર રજુઆતો કરી હતી, દીવાલ નજીક બેઠેલા 30 વર્ષીય યુવાન કાટમાળમાં દટાયો, મ્યુનિના તંત્ર સામે સ્થાનિક લોકો રોષે ભરાયા અમદાવાદઃ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા એએમટીએસના બસ ડેપોની દીવાલ ધરાશાયી થતાં દીવાલ નજીક બેઠેલો એક યુવાન કાટમાળમાં દટાયો હતો. આ બનાવથી આજુબાજુના રહેતા સ્થાનિક રહિશો દોડી આવ્યા હતા. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code