અમદાવાદના 135 વર્ષ જુના એલિસબ્રિજના રિનોવેશન માટે સરકારે રૂપિયા 32.40 કરોડ ફાળવ્યા,
અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પર આવેલો એલિસબ્રિજ 135 વર્ષ જુનો અને ઐતિહાસિક છે. આ બ્રિજ જર્જરિત બન્યા બાદ રાહદારીઓ માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ બ્રિજને રૂપિયા 32.40 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે. ત્યારબાદ રાહદારીઓ માટે બ્રિજ ખૂલ્લો મુકાશે રાજ્ય સરકારે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસબ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે […]