ગુજરાતની તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં 2024 સુધીમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવાશે
ગાંધીનગરઃ ગુજરાતની શાળાઓમાં ભણતા અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને એક વિષય ગુજરાતીમાં ભણાવવામાં આવશે. ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા પ્રત્યેની ઋચિ વધે તે જરૂરી છે. ત્યારે તમામ બોર્ડની પ્રાથમિક સ્કૂલોમાં 2024 સુધીમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2018માં ગુજરાતી માધ્યમ સિવાયની તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો હતો. […]