1. Home
  2. Tag "allegations"

ભાજપ રોહિંગ્યાઓને સુરક્ષા આપી રહી છેઃ AAPનો આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર રોહિંગ્યા બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ આપીને રોહિંગ્યાઓનું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ જણાવ્યું હતું કે ભાજપે રોહિંગ્યાઓના નામે મત લઈને સરકાર બનાવી હતી, પરંતુ જ્યારે કાર્યવાહીનો સમય આવ્યો છે, ત્યારે તે ફક્ત તેમના બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવી રહી છે. […]

ઈઝરાયલ પર હુમલાઓ વધારવા અને યુદ્ધવિરામનો ભંગ કરવાનો લેબનોને લગાવ્યો આરોપ

લેબનોને ઇઝરાયલ પર વિવિધ બહાના હેઠળ હુમલાઓ વધારવાનો આરોપ મૂક્યો છે, ખાસ કરીને લિટાની નદીના ઉત્તર અને દક્ષિણમાં, જેના કારણે જાનહાનિ અને વિનાશ થયો છે.”ઈઝરાયલી દળોએ હવાઈ હુમલા બંધ કર્યા ન હતા. આજે સવારે, એન્જિનિયરિંગ અને લશ્કરી વાહનોએ ટેકનિકલ વાડ ઓળંગી અને દક્ષિણ લેબનોનના ર્મેશ ગામની બહારના વિસ્તારમાં વાડી કાટમૌનમાં ખોદકામ કામગીરી હાથ ધરી,” લેબનીઝ […]

મનરેગા મામલે સોનિયા ગાંધીએ કેન્દ્રની એનડીએ સરકાર ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે NDAની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ને વ્યવસ્થિત રીતે નબળું પાડવાનો આરોપ લગાવ્યો અને કાયદા હેઠળ લઘુત્તમ વેતન અને કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા, સોનિયા ગાંધીએ માંગ કરી હતી કે […]

મહાકુંભમાં અયોગ્ય સુવિધાઓના આક્ષેપ સાથે અખિલેશ યાદવે CM યોગી ઉપર કર્યાં પ્રહાર

લખનૌ: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,અભદ્ર નિવેદનો દર્શાવે છે કે જ્યારે નકારાત્મકતા ચરમસીમાએ હોય છે, ત્યારે દેશ, સમય અને સ્થળની ગરિમાની પરવા કર્યા વિના માનસિકતા શબ્દોના રૂપમાં પ્રગટ થાય છે. સમાજવાદી પાર્ટીના વડા યાદવે તેમના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું […]

કોંગ્રેસ પાર્ટી હવે ભારત વિરોધી બની ગયાનો ભાજપાએ આક્ષેપ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથ લઇ આકરા પ્રહાર કર્યા છે.ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે ભારત વિરોધી બની ગઈ છે.કોંગ્રેસના નેતાઓ પોતાના ભાષણો અને કાર્યો દ્વારા દેશના વિકાસ અને એકતાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.ગૌરવ ભાટિયાએ એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે […]

ઈવીએમમાં છેડછાડના વિપક્ષના તમામ આરોપો ચૂંટણીપંચે ફગાવ્યાં

નવી દિલ્હીઃ ઈવીએમમાં છેડછાડના તમામ આરોપોને ફગાવીને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ઈવીએમમાં ​​વાયરસ કે બગ્સનો કોઈ પ્રશ્ન નથી. તેમજ ઈવીએમમાં કોઈ ખામી હોવાના પુરાવા મળ્યા નથી. કોર્ટે પણ અગાઉ ઈવીએમમાં છેડછાડના આરોપને નકાર્યાં છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેરાત કરવાની સાથે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે મત ગણતરી માટે ઈવીએમ સંપૂર્ણપણે […]

એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણોના ભાડા મામલે થયેલા આક્ષેપોની તપાસ કરવા CCPAને નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડુ લેવાના થયેલા આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ – CCPAને નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ વધુમાં જણાવ્યું છે કે, CCPA ને કેબ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ડિલીવરી તેમજ ઓનલાઇન ટિકીટ બુક […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]

ભાજપા દિલ્હીમાં આપના મતદારોના નામ હટાવી રહ્યાનો અરવિંદ કેજરિવાલે કર્યો આક્ષેપ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તૈયારીઓ પણ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં બીજેપી ગુપ્ત રીતે વોટ કપાવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનામાં […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code