1. Home
  2. Tag "ambaji"

અંબાજીના બેડાપાણીના જંગલમાં આદિવાસીઓના 19 ઘર તોડી પડાતાં પોલીસ સ્ટેશનને ઘેરાવ કરાયો

અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીક પહાડી અને જંગલ વિસ્તાર આવેલો છે. જેમાં બેડીપાણીના જંગલ તરીકે ઓળખાતા વિસ્તારમાં વન વિભાગ દ્વારા ગેરકાયદે હોવાનું કહીને આધિવાસીઓના 19 મકાનો તોડી પાડ્યા હતા. આ બનાવ બાદ આદિવાસીઓએ આજુબાજુના ગામોમાં ઢોલ વગાડીને તેમના સમાજના લોકોને ભેગા કરીને અંબાજી પોલીસ સ્ટેશન સામે મોરચો માંડતા વાતાવરણ તંગ બનતા ઉચ્ચ અધિકારીઓએ દોડી જઈને જિલ્લાભરની […]

અંબાજીના ભાદરવી પુનમના મેળા માટે પગપાળા સંઘો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લાભ મેળવી શકશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પદયાત્રી […]

અંબાજીના ગબ્બર પર્વતમાં દીપડાને પકડવામાં વન વિભાગ હાંફી ગયું, દીપડો રાજસ્થાન નાસી ગયો

અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા જગતજનની અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. અને ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠનો લાભ પણ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી […]

અંબાજીમાં ગબ્બરના પર્વત પર દીપડો દેખાતા પ્રવાસીઓમાં ફફડાટ, દીપડાને પકડવા પાંજરૂ મુકાયું

અંબાજીઃ  સુપ્રસિદ્ધ ગણાતા શક્તિપીઠ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં માઈભક્તો  જગતજનની અંબાના દર્શન કરવા આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે. ગબ્બર પર આવેલા 51 શક્તિપીઠમાંના દર્શનનો લાભ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો છે. ત્યારે […]

અંબાજીમાં 23મી સપ્ટેમ્બરથી યોજાનારા ભાદરવી પૂનમના મેળાના આયોજન માટે બેઠક મળી

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને દોઢેક મહિનો બાકી રહ્યો છે. ત્યારે તેના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાલનપુર ખાતે આરાસુરી […]

અંબાજીમાં 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પુનમના મેળા અંગે બેઠક યોજાઈ

પાલનપુરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપાઠ ગણાતા અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમે માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં પદયાત્રિકો પણ પણ દર્શન માટે આવે છે. ભાદરવી પૂનમના મેળામાં 5 લાખથી વધુ ભાવિકો આવતા હોય છે. પણ આ વર્ષે વધુ ભાવિકો આવવાની શક્યતા છે. ત્યારે વહિવટી […]

અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ અરવલ્લીની ગિરીમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત આજુબાજુ આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષએ બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમોને સીડ બોલનું વિતરણ કરી આ […]

બિપરજોય વાવાઝોડાને લીધે યાત્રાધામ અંબાજીમાં રોપ-વે ચાર દિવસ બંધ રહેશે

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાને પગલે લોકોની સલામતી માટે સરકારે અનેક આગોતરા પગલાં લીધા છે. ભીડભાડવાળા સ્થળોએ વધુ તકેદારી રાખવા પણ જિલ્લા તંત્રને આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ગબ્બર પર રોપ-વેની સુવિધા વાવાઝોડાને ધ્યાને રાખી ચાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા […]

 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે

અમદાવાદ: પ્રવકતા મંત્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન 10 ,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ […]

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિને અંબાજીમાં શ્રદ્ધાળું ઉમટી પડ્યાં, અંબેના જયઘોષ સાથે મંદિર ગુંજી ઊઠ્યુ

અંબાજીઃ માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિ- શક્તિના પર્વ ગણાતા ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં આજે  મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.  ચૈત્રી નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માઈભક્તો માતાજીના દર્શનાર્થે  આવતા હોય છે. અને  મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code