રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો છે અને ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.હાલ […]


