1. Home
  2. Tag "amdavad"

અમદાવાદઃ પીરાણા ખાતે 103 લાખ મેટ્રીક ટન કચરો સાફ કરીને 35 એકર જમીન ખુલ્લી કરાઈ

અમદાવાદઃ વેસ્ટ ટુ એનર્જી ટેક્નોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારોના કચરાના નિકાલ કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વેસ્ટ ટુ એનર્જી પોલિસી અમલી બનાવી છે. રાજ્ય સરકારે અમલી બનાવેલી વેસ્ટ ટુ એનર્જી પોલિસી હેઠળ શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રકારની કામગીરી માટે જોગવાઈ કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ વિકસિત બનનારા […]

અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 48 થઈ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેના પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. દરમિયાન આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદ શહેરમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયાં હતા. ગઈકાલની સંરખામણીમાં નવા પોઝિટિવ કેસ ઓછા નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉઠાળો, નવા 10 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યની હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં આજે કોરોનાના નવા દસ કેસ નોંધાયાં હતા. આ પૈકી ચાર દર્દીઓની પ્રવાસ હિસ્ટ્રી સામે આવી છે. શહેરમાં આજે નવા દસ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 46 ઉપર પહોંચ્યો […]

અમદાવાદમાં કોરોનાએ માથુ ઉચક્યું, નવા આઠ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના નવા 500થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં આઠ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. આમ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 40ને […]

SVPI એરપોર્ટ માટે રેકોર્ડ્સ અને નવીનતાઓ સાથે 2023 પુર્ણાહુતિને આરે

સર્વોચ્ચ પેસેન્જર ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ સહિત એરલાઇન્સ કનેક્ટીવીટીની સિદ્ધિઓ   અમદાવાદ, 26 ડિસેમ્બર, 2023:- અમદાવાદના ગૌરવ સમુ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કેટલાય સુધારા-વધારા અને નવીન વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. 2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. પેસેન્જર ટ્રાફિક ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચો દરમિયાન સતત ત્રણ […]

અમદાવાદમાં કોવિડના કેસમાં ચિંતાજનક વધારો, નવા છ પોઝિટિવ કેસ નોંધાયાં

3 દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 18 ઉપર પહોંચ્યો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ફરી એકવાર વધી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના વધારે છ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. છ પૈકી 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. બીજી […]

અમદાવાદમાં HE ART SHOW 2023નું આયોજન

અમદાવાદઃ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા હઠીસિંહ વિઝ્યુલ આર્ટ સેન્ટર, કનોરિયા સેન્ટર ફોર આર્ટ ખાતે HE ART SHOW 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 15 અને 17મી ડિસેમ્બર સુધી યોજનારા HE ART SHOW 2023માં 100થી વધારે કલાકારો, 1000થી વધારે આર્ટવર્કસ વર્કશોપ, 100થી વધારે ક્રિએટીવ એક્સપ્રેશનસ, મોસ્ટ ક્રિએટીવ ટ્રી, લાઈવ મ્યુઝીક, ફ્રી આર્ટ ઝોન અને […]

કેવું છે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. લાંબી રાહ જોયા બાદ આખરે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ ગયું છે. અમદાવાદના સાબરમતીમાં બનેલા આ ભવ્ય રેલવે સ્ટેશનનો વિડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર શેર કર્યો […]

અમદાવાદના જુહાપુરા પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ, લાખોનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ખેડામાં કેફીપીણું પીવાથી પાંચ વ્યક્તિઓના મોત થયા રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના છેવાડે જુહાપુરા વિસ્તાર પાસેથી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી લગભગ 10 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપી […]

જમાલપુરના લાઠી બજારના ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

અમદાવાદઃ શહેરના જમાલપુર સ્થિત લાઠી બજારમાં પ્લાયવુડ એન્ડ ટીમ્બર માર્ટના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ ભીષણ આગની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે, સદનસીબે આગની આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ભીષણ આગને પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code