જગ્ગી હત્યાકાંડ: છત્તીસગઢ હાઈકોર્ટે પૂર્વ CMના પુત્ર અમિત જોગીને આજીવન કેદની સજા ફરમાવી
રાયપુર, 6 એપ્રિલ 2026: વર્ષ 2003ના બહુચર્ચિત રામ અવતાર જગ્ગી હત્યાકાંડમાં છત્તીસગઢ હાઈકોર્ટે આજે એક મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રમેશ સિંહા અને અરવિંદ કુમાર વર્માની ખંડપીઠે કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની અપીલને સ્વીકારીને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર અમિત જોગીને નિર્દોષ જાહેર કરતા નીચલી અદાલતના ફેંસલાને પલટી નાખ્યો છે. અદાલતે અમિત […]


