કુંવરબાઇનું મામેરું યોજનાઃ રાજ્યમાં 5 વર્ષમાં 43000થી વધુ લાભાર્થીઓને સહાય ચુકવાઈ
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ રાજ્યની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને સત્વરે અને સરળતાથી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતાં […]