1. Home
  2. Tag "BABAR AZAM"

IPLમાં પડતો મુકાયેલો સ્ટીવ સ્મિથ PSL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, શાહી સ્વાગત કરાયું

ઈસ્લામાબાદ, 23 માર્ચ 2026: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) 2026 માં રમવા માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. પાકિસ્તાન પ્રવાસ પર સ્મિથનું કોઈ ‘શહેનશાહ’ની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આઈપીએલ 2026 ની હરાજીમાં કોઈ પણ ભારતીય ફ્રેન્ચાઇઝીએ સ્મિથમાં રસ દાખવ્યો ન હતો અને તેઓ અનસોલ્ડ રહ્યા હતા. જોકે, […]

બાબર આઝમની ઓસ્ટ્રેલિયામાં ભારે ટીકા: ગિલક્રિસ્ટે વ્યક્ત કરી નારાજગી

મેલબોર્ન, 3 જાન્યુઆરી 2026: પાકિસ્તાનનો પૂર્વ સુકાની અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ (BBL) રમી રહ્યો છે. સિડની સિક્સર્સ તરફથી રમતા બાબરે મેલબોર્ન સ્ટાર્સ સામે અણનમ અર્ધશતક ફટકારી ટીમને જીત અપાવી હતી, પરંતુ તેની ધીમી બેટિંગના કારણે તે ફરી એકવાર દિગ્ગજોના નિશાના પર આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન એડમ […]

ગૂગલઃ પાકિસ્તાનમાં બાબર આઝમ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી થયો સૌથી વધારે સર્ચ

નવી દિલ્હીઃ ભારતના યુવા ઓપનર અભિષેક શર્માએ 2025માં એક એવો કમાલ કરી બતાવ્યો, જેની લોકોએ કલ્પના પણ કરી ન હતી. તે માત્ર ભારતીય ક્રિકેટ ચાહકોની પસંદ જ ન બન્યો, પરંતુ પાકિસ્તાનમાં પણ તેની લોકપ્રિયતાએ બાબર આઝમ જેવા દિગ્ગજ ખેલાડીને પણ પાછળ છોડી દીધો છે. ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સ 2025માં સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાનમાં ક્રિકેટ ચાહકોએ […]

શુભમન ગિલ બાબર આઝમનો મોટો રેકોર્ડ તોડવાની નજીક, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રચી શકે છે ઇતિહાસ

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે. બે મેચની શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે, જેમાં પ્રથમ ટેસ્ટ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ગિલ પાસે આ શ્રેણીમાં એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. હાલમાં, બાબર એશિયન બેટ્સમેન છે જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવ્યા છે, પરંતુ ગિલ પણ તેનાથી પાછળ નથી. […]

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમને નહીં મળે સ્થાન?

પાકિસ્તાન ટીમના અનુભવી બેટ્સમેન બાબર આઝમનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ સારું રહ્યું છે. તેણે ઘણી મેચોમાં મજબૂત બેટિંગ કરીને પાકિસ્તાનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેને પાકિસ્તાનની T20 ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી T20 ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. પાકિસ્તાન ICC […]

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનના ટી20 કેરિયર ઉપર ઉભા થયા સવાલો

આ વર્ષે એપ્રિલમાં ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે, એવું લાગી રહ્યું હતું કે બંનેની T20 કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. આ અંગે, ટીમના નવા મુખ્ય કોચ માઈક હેસને કંઈક એવું કહ્યું જે દર્શાવે છે કે તેમની […]

બાબર આઝમ વિશે કોમેન્ટ કરનારી પાકિસ્તાનની આ અભિનેત્રીની મુશ્કેલીઓ વધી

બાબર આઝમના ચાહકો પાકિસ્તાની અભિનેત્રી નાઝીશ જહાંગીરને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં, જહાંગીરની પ્રતિક્રિયા તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સામે આવી છે. તેણીને પૂછવામાં આવ્યું કે જો બાબર આઝમ તેણીને પ્રપોઝ કરે તો તેણીની પ્રતિક્રિયા શું હશે? નાઝીશે કહ્યું, “હું તેનો પ્રસ્તાવ નકારીશ.” પાકિસ્તાની ટીમના સ્ટાર બેટ્સમેનના ચાહકોને તેનો આ જવાબ ગમ્યો નહીં, જેથી તેઓ આ […]

મોટી મેચનો ખેલાડી બાબર નહીં વિરાટ કોહલી : દાનિશ કનેરિયા

દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. ભારતમાં જીતની ઉજવણી થઈ રહી છે, ત્યારે પાકિસ્તાનમાં શોકનું વાતાવરણ છે. સમાચાર એજન્સી IANS સાથે વાત કરતી વખતે, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારત સામે પાકિસ્તાનની કારમી હાર પર પ્રતિક્રિયા આપી. કહ્યું, “પાકિસ્તાનની ટીમમાં અનુભવનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. બાબર આઝમની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં […]

ક્રિકેટર બાબર આઝમનું ખરાબ અંગ્રેજી કોચિંગ સ્ટાફ સાથેના તેના સંપર્કમાં અવરોધ ઉભો કર છેઃ હર્ષલ ગિબ્સ

પાકિસ્તાની ક્રિકેટરોની અંગ્રેજીની મજાક અવાર-નવાર ઉડાવવામાં આવે છે. વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની ખેલાડીઓની અંગ્રેજી બહુ સારી નથી. જોકે, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન હર્ષલ ગિબ્સે બાબર આઝમની અંગ્રેજી પર પ્રતિક્રિયા આપી છે. હર્ષલ ગિબ્સ માને છે કે, બાબર આઝમ પોતાની નબળી અંગ્રેજીને કારણે પોતાને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. તેમણે એમ […]

વિરાટ કોહલી અને બાબર આઝમ એક જ ટીમ વતી ક્રિકેટ રમતા જોવા મળે તેવી શકયતા

લગભગ બે દાયકાના અંતરાલ પછી, આફ્રો-એશિયા કપ ફરી શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેમાં એશિયા XI અને આફ્રિકા XI વચ્ચે સફેદ બોલની મેચો રમાશે. આફ્રિકન ક્રિકેટ એસોસિએશન (ACA) એ તેની વાર્ષિક કોન્ફરન્સમાં ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી, જેમાં છ સભ્યોની વચગાળાની સમિતિની પણ રચના કરવામાં આવી હતી. સમિતિનો ઉદ્દેશ્ય ACA […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code