1. Home
  2. Tag "balochistan"

પાકિસ્તાની સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુક્યાં, ખ્વાજા આસિફની કબુલાત

ઈસ્લામાબાદ, 4 ફેબ્રુઆરી 2026: આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બીએલએ પોતાની માંગણીઓને લઈને લઈને સરકાર સામે હથિયાર ઉઠાવ્યાં છે. બીજી તરફ બીએલએના લડવૈયાઓ અને પાકિસ્તાન આર્મી સામે હિંસક અથડામણ પણ ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારી કબુલાત કરતા ખળભળાટ મચી ગયો છે. આસિફે સ્વિકાર્યું છે કે, બલૂચ […]

BLA એક સાથે 48 પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો, 84 સૈનિકો માર્યા ગયા

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ‘ઓપરેશન હેરોફ’ ના બીજા તબક્કાની શરૂઆતની જાહેરાત કરી. આ યોજના હેઠળ, બળવાખોરોએ 48 સ્થળોએ પાકિસ્તાની લશ્કરી સ્થળો પર એક સાથે હુમલાઓ શરૂ કર્યા. પાકિસ્તાની સેના અને પોલીસ BLA ના નિશાના પર છે. BLA એ 84 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. […]

બલૂચિસ્તાનમાં ચીન સેનાને તૈનાત કરશે, બલૂચ નેતાએ વ્યક્ત કરી ભીતિ

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે વણસ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થયેલી છે. બલુચિસ્તાનના નેતાઓએ પાકિસ્તાન સામે આંદોલન વધારે વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન બલુચિસ્તાનના નેતા મીર યાર બલૂચએ ભારતને સમર્થન જાહેર કર્યું છે. મીર યાર બલૂચએ ભારતના વિદેશ મંત્રીને પત્ર લખીને પાકિસ્તાન સાથે […]

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો ઉપર હુમલો, 12 જવાનોના મોત

બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર ફરી એકવાર મોટો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. BLA ના પ્રવક્તા ઝૈદ બલૂચે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણોમાં પાકિસ્તાની સેનાના 12 સૈનિકો માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન BLA એ પંજગુર શહેરમાં […]

બલૂચિસ્તાનઃ ફ્રન્ટિયર કૉરના કેમ્પ પર BLA દ્વારા પ્રથમવાર મહિલા આત્મઘાતીનો ઉપયોગ કરાયો

બલૂચિસ્તાનના ચગાઈ જિલ્લામાં રવિવારે સાંજે ફ્રન્ટિયર કોર (FC)ના સુરક્ષિત કમ્પાઉન્ડ પર બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ જીવલેણ હુમલો કર્યો હતો. આ કમ્પાઉન્ડ ચાઇના દ્વારા સંચાલિત કોપર અને ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ હુમલામાં 6 પાકિસ્તાની જવાનોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. દરમિયાન BLFએ દાવો કર્યો છે કે, ઇતિહાસમાં પહેલીવાર તેમણે મહિલા આત્મઘાતી હુમલાખોરનો ઉપયોગ […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં FC મુખ્યાલય પર આત્મઘાતી હુમલો, 6 કર્મચારીઓનાં મોત

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના નોકુંડી વિસ્તારના ચગાઈમાં સ્થિત ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલયના મુખ્ય દરવાજા પર આજે સવારે આત્મઘાતી હુમલો થયો હતો. સત્તાવાર સૂત્રોએ 6 સુરક્ષા કર્મચારીઓનાં મોતની પુષ્ટિ કરી છે. હુમલો સંભવિત રીતે બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) સાથે જોડાયેલી સાદઓ ઓપરેશનલ બટાલિયન (SOB દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો […]

બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો ન હોવાનું બલોચ નેતાએ કર્યું એલાન

લાહોરઃ પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે […]

ભારત પછી બલૂચિસ્તાને પાકિસ્તાનનાં 39 ઠેકાણા પર કર્યા હુમલા

ભારતના ઓપરેશન સિંદૂર બાદ બલુચિસ્તાન અને પીઓકેમાં પાક. સરકાર અને સેના સામે બળવો ઉગ્ર બનવા લાગ્યો છે. સરહદે ભારતીય સેના પાક. સેનાને આક્રામક ફટકાર લગાવી રહી હતી ત્યારે બીજી તરફ ખૈબરમાં બળવાખોરોએ પાક.ના સુરક્ષા દળોની ચેક પોસ્ટ ઉડાવી હતી, જેમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયાના અહેવાલ છે. અન્ય કેટલાક શહેરોમાં પણ આવા હુમલા થયાના અહેવાલો […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બળવાખોરોએ છ લોકોની ગોળી મારીને હત્યા કરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં, શંકાસ્પદ બળવાખોરોએ પંજાબ પ્રાંતના છ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગ્વાદર જિલ્લામાં પેસેન્જર બસમાંથી બળજબરીથી નીચે ઉતાર્યા બાદ તેમની હત્યા કરી દેવાઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક હફીઝ બલોચે જણાવ્યું હતું કે હુમલો મોડી રાત્રે થયો હતો જ્યારે સશસ્ત્ર લોકોએ ઓરમારા ધોરીમાર્ગ પર કલમત વિસ્તાર નજીક કરાચી જતી બસને રોકી હતી. પાંચના […]

બલૂચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણ પર બંદૂકધારીઓનો હુમલો, અંધાધૂંધ ગોળીબારમાં 20 લોકોના મોત

ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ડુકી જિલ્લામાં કોલસાની ખાણ પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં 20 ખાણિયાઓ માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, બંદૂકધારીઓએ ખાણની નજીક રહેતા લોકોના ઘરોને ઘેરી લીધા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. પોલીસ અધિકારી હુમાયુ ખાન નાસિરે જણાવ્યું હતું કે મોટાભાગના માર્યા ગયેલા અને ઘાયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code