1. Home
  2. Tag "Ban"

ચીને EV બેટરી ટેકનોલોજીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, ભારત સહિત વિશ્વભરમાં ઉત્પાદન પર અસર પડશે

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ની માંગ ઝડપથી વધી રહી છે, પરંતુ ચીનના તાજેતરના નિર્ણયથી આ વૃદ્ધિને ફટકો પડ્યો છે. ચીને હવે EV બેટરી ઉત્પાદન અને લિથિયમ પ્રોસેસિંગ સંબંધિત મુખ્ય તકનીકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી ભારત સહિત ઘણા દેશોમાં EVનું ઉત્પાદન ધીમું પડી શકે છે. ચીનનું નવું પગલું ચીનના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે […]

વિયેતનામના હનોઈના એક વિસ્તારમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલર ઉપર મુકાયો પ્રતિબંધ

વિયેતનામ સરકારે જુલાઈ 2026 થી રાજધાની હનોઈના મધ્ય વિસ્તારમાં પેટ્રોલથી ચાલતી મોટરસાયકલ અને સ્કૂટર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વિયેતનામના વડા પ્રધાન ફામ મીન ચિન્હ દ્વારા જારી કરાયેલા આ આદેશ હેઠળ, આ પ્રતિબંધ હનોઈના તે ભાગોમાં લાગુ થશે જે મુખ્ય રિંગ રોડની […]

કેનેડાએ ચીનને આપ્યો મોટો ઝટકો, આ મોટી કંપની પર લગાવ્યો પ્રતિબંધ

કેનેડાએ ચીનને મોટો ઝટકો આપ્યો છે. કેનેડા સરકારે એક આદેશ જારી કરીને ચીનની એક મોટી કંપનીને દેશમાં તમામ કામગીરી બંધ કરવા કહ્યું છે. કાર્ને સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. કેનેડાના ઉદ્યોગ મંત્રી મેલોની જોલીએ શુક્રવારે (27 જૂન, 2025) જણાવ્યું હતું કે સરકારે ચીની સર્વેલન્સ સાધનો બનાવતી કંપની હિકવિઝનને કેનેડામાં કામ કરવાનું […]

ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ 23 જૂન સુધી લંબાવ્યો

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાની વિમાનો માટે NOTAM એટલે કે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ 23 જૂન સુધી લંબાવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં નોંધાયેલા અને સંચાલિત કોઈપણ વિમાન, જેમાં લશ્કરી વિમાનનો પણ સમાવેશ થાય છે, તેને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન […]

FSSAI એ ખોટી પ્રક્રિયાઓ સાથે ફળ પકવનારા એજન્ટો વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હીઃ ભારતીય અન્ન સલામતિ અને ધારાધોરણ સત્તામંડળ -FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખોટી પ્રક્રિયાઓ સાથે ફળ પકવનારા એજન્ટો વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવા તેમજ કૃત્રિમ રંગો અથવા મીણથી ફળોને કોટિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. FSSAI એ એક સૂચનામાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા કમિશનર્સ તેમજ FSSAI ના પ્રાદેશિક નિયામકોને કેલ્શિયમ […]

તુર્કીના વિરોધમાં આયાત પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે પીએમને લખ્યો પત્ર

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ સામે તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો. તેણે પાકિસ્તાનને ડ્રોન અને હથિયારો પૂરા પાડ્યા, ત્યારબાદ ભારતમાં તુર્કી વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. ભારતના ઘણા સંગઠનો અને સામાન્ય લોકોએ તુર્કી અને તેના માલ અને સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તુર્કીથી સફરજનની વધતી જતી આયાતે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડના બગીચાના ખેડૂતોને […]

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ચેસ પર પ્રતિબંધ !

તાલિબાન સત્તાવાળાઓએ અફઘાનિસ્તાનમાં ચેસ જુગારનો સ્ત્રોત હોવાની ચિંતાને કારણે આગામી સૂચના સુધી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રમતગમત અધિકારીએ રવિવારે કહ્યું હતું કે, આ સરકારના નૈતિકતા કાયદા હેઠળ ગેરકાયદે છે. 2021માં સત્તા કબજે કર્યા પછી તાલિબાન સરકારે સતત એવા કાયદા અને નિયમો લાદ્યા છે જે ઇસ્લામિક કાયદાના તેના કઠોર દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. રમતગમત નિર્દેશાલયના […]

ગુજરાતમાં 15મી મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, સરકારી કર્મચારીઓની રજાઓ રદ

15મી મે સુધી કોઈપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાવી શકાશે નહી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજાઓ રદ લગ્ન પ્રસંગોમાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં, અમદાવાદઃ પાકિસ્તાન સામે યુદ્ધની સ્થિતિ  સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાના કલેકટરો અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરીને જરૂરી સુચના આપી હતી. […]

પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો… સિંધવ નમકનો ઓર્ડર રદ, આ વસ્તુઓ પર પણ પ્રતિબંધ

પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા બાદ, ભારત સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી સિંધવ મીઠું અને સૂકા ફળો સૌથી વધુ પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં, વેપારીઓએ સિંધવ મીઠાના ઓર્ડર રદ કર્યા છે. નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મંત્રી અશોક લાલવાણીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી સિંધવ […]

ટોલ વસૂલાતમાં ગેરરીતિઓ પર NHAI કડક, 14 એજન્સીઓ પર પ્રતિબંધ

ટોલ વસૂલાતમાં ગેરરીતિઓ પર કડક પગલાં લેતા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 14 ટોલ વસૂલાત એજન્સીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા છેતરપિંડીની તપાસ કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ગેરરીતિ કરનાર એજન્સીઓને નોટિસ NHAI એ ગેરરીતિઓમાં સામેલ એજન્સીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code