ભારતઃ 1 જુલાઈથી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના સંશોધિત નિયમો, 2021ને અધિસૂચિત કર્યો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવાના ઉત્સાહને આગળ વધારીને દેશવાસીઓ દ્વારા કચરા અને નિકાલ […]


