ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બનાસનદીમાં પૂરની સ્થિતિ, ખેડૂતોમાં ખૂશીની લહેર
દાંતીવાડા ડેમની જળ સપાટી 75 ફૂટે પહોંચી, નદીકાંઠાના ગામડાંને સાવચેત કરાયા, અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો, પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસનદી નદી બેકાંઠે વહી રહી છે. અને જળસ્તર વધી રહ્યું હોવાથી નદીકાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા રહેવા સુચના આપવામાં આવી છે. […]