1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશે ભારત સહિત છ દેશમાં રાજદ્વારીઓને પરત બોલાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તાજેતરમાં ભારત સહિત 5 દેશોના રાજદ્વારીઓને ઢાકા પાછા બોલાવવાનો આદેશ જારી કર્યો છે. તેમાં ભારતના હાઈ કમિશનર મુસ્તાફિઝુર રહેમાન, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિત, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એમ અલ્લામા સિદ્દીકી, બેલ્જિયમમાં રાજદૂત મહેબૂબ હસન સાલેહ અને પોર્ટુગલના રાજદૂત રેજિના અહેમદનો સમાવેશ થાય છે. આ આદેશ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય […]

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પરાજય આપી સીરિઝ જીતી

બાંગ્લાદેશે બીજી ઈનીંગ્સમાં 95 રનનો લક્ષ્યાંક આપ્યો હતો ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો નવી દિલ્હીઃ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવીને 2-0થી સીરીઝ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જોરદાર જીત મેળવી છે. મેચમાં 3 દિવસ વરસાદ વિઘ્ન બન્યો હતો, જેથી એવુ લાગતું હતું […]

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં અશ્વિન એક-બે નહીં સાત રેકોર્ડ તોડી શકે છે

ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવવામાં ભારતના દિગ્ગજ બોલર રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ 38 વર્ષીય ખેલાડીએ તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી (113) ફટકારી અને પછી બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 280 રનથી જીતવામાં સફળ રહી હતી. અશ્વિનની ટેસ્ટ કરિયરની આ 37મી પાંચ વિકેટ હતી અને તેણે આ મામલે મહાન […]

રોહિંગ્યાઓને પાછા મોકલવા એ સંકટનો એકમાત્ર કાયમી ઉકેલઃ બાંગ્લાદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ હાલ ન્યુયોર્કમાં છે. તેઓ અહીં ઈટાલી અને કેનેડાના વડાપ્રધાનોને મળ્યા હતા. તેમજ સ્થળાંતર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બાજુમાં ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન રોહિંગ્યાઓને સ્વદેશ પરત લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. રોહિંગ્યા કટોકટી પર ન્યૂયોર્કમાં યુએનના […]

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહીં

બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો બાંગલાદેશને 280 રનથી હરાવીને શ્રેણીમાં 1 શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. ગઈકાલે […]

ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી

19મી સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં રમાશે પ્રથમ ટેસ્ટ બીસીસીઆઈએ ભારતીય ટીમનો ફોટો શેર કર્યો નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયા શુક્રવારે ચેન્નાઈ પહોંચી છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માટે આ પ્રથમ ટેસ્ટ શ્રેણી હશે જેમાં તેમનો હેતુ ભારતીય ટીમને જીત અપાવવાનો રહેશે. […]

રાહુલ, અખિલેશ અને તેજસ્વીની સરકાર બનશે તો ભારતને પાકિસ્તાન-બાંગ્લાદેશ બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહએ ઈન્ડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બેગુસરાયમાં પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમ વોટ બેંક ઉપર નિર્ભર છે. તેમની સરકાર બનશે તેઓ બિહાર અને ઉત્તરપ્રદેશમાં શુક્રવારને રજા જાહેર કરી દેશે. તેમજ દેશમાં રાહુલ ગાંધી, અખિલેશ […]

ઢાકાનું આ મંદિર જેને મળ્યો છે રાષ્ટ્રિય સ્મારકનો દરજ્જો

ઢાકા શહેર એ બાંગ્લાદેશની રાજધાની છે તે તો આપ જાણતા  હશો, પરંતુ શું આપને ખબર છે કે ઢાકા નામ તે શહેરના નગરદેવી ઢાકેશ્વરીનાં નામ પરથી પાડ્યું છે?  આજે ભલે બાંગ્લાદેશ મુસ્લિમ ધર્મ અપનાવતા બહુમાંતિઓનો દેશ હોય પરંતુ એક કાળે ત્યાં હિંદુઓ અને હિંદુ સંસ્કૃતિ ફૂલીફાલી હતી. તાજેતરમાં બાંગ્લાદેશમાં દેશભરમાં હિંસા ભડકી હતી, અને તેનું કારણ […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર મામલે પગલા લેવા મોદી સરકારને ચારેય પીઠના શંકરાચાર્યજીની અપીલ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તેમને દેશ જોડવા મજબુર કરવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને સાધુ-સંતો અને મહંતોમાં રોષ ફેલાયો છે. દરમિયાન ચારેય પીઠના શંકરાચાર્યજીએ ભારત સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા […]

શેખ હસીનાની મુશ્કેલી વધી, બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાસપાર્ટ રદ્દ કર્યો

સાંસદોને આપવામાં આવેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ રદ કરાયાં લંબાણપૂર્વકની ચર્ચા બાદ વચગાળાની સરકારે લીધો નિર્ણય શેખ હસીના વિરુદ્ધ અત્યાર સુધીમાં 44 થી વધુ ક્રિમિનલ કેસ નોંધાયા નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે મોટો નિર્ણય લીધો છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન સાંસદોને આપવામાં આવેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ સરકારે રદ કરી દીધા છે. આ નિર્ણય સાથે પૂર્વ વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code