1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં રેલવે ફાટક પર ટ્રેન આવતી હતી ત્યારે જ ટ્રાફિક જામ થતા અકસ્માત સર્જાતા રહી ગયો

ભાવનગરઃ શહેરમાં કૂભારવાડા રેલવે ફાટક ટ્રાફિક માટે માથાના દુઃખાવારૂપ બની ગયું છે. આ ફાટક પર ટ્રાફિક ખૂબ જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન આવતી હોય તે પહેલા ફાટક બંધ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે એક મિનિટ રોકાવવા પણ વાહનચાલકો તૈયાર નથી હોતા. એટલે વાહનોનો અવિરત પ્રવાહ ચાલું રહેતો હોવાથી ફાટક બંધ […]

ભાવનગરના હાઉસિંગ બોર્ડની વસાહતમાં જર્જરિત ઈમારતનો એક ભાગ તૂટી પડ્યો, 6 જણાં ઘવાયા

ભાવનગરઃ  શહેરના ભરતનગર વિસ્તારમાં  વર્ષો પહેલા બંધાયેલા હાઉસિંગ બોર્ડના મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે.  અગાઉ એકથી વધુ વખત જીવલેણ દુર્ઘટના સર્જાઇ ચૂકી છે, બે માળિયા-ત્રણ માળિયાની વસાહતો છે. અને રહિશો પણ પોતાના મકાનોને યોગ્ય મરામત કરાવતા નથી.દરમિયાન ગત રાત્રિના સાડા આઠ વાગ્યે હાઉસીંગ બોર્ડના કૈલાસનગરમાં  બિસ્માર બિલ્ડિંગના બ્લોક નં.14ની સીડી ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી […]

પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને કરાતો અન્યાય, માગણી છતાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાતી નથી

ભાવનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ વર્ષોથી માગણી છતાંયે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવતા નથી. બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઈનનું રૂપાંતર થયા બાદ પણ આ રૂટ્સ પર વધુ ટ્રેનો દોડાવવામાં આવતા નથી. આ ટુંકા રૂટ્સ પરથી ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ ઘટી જાય છે. અને પ્રવાસીઓનો સમય પણ […]

ભાવનગરના અલંગ શીપબ્રેકિંગ યાર્ડના અપગ્રેડેશન માટે જાપાનના પ્રતિનિધિ મંડળે લીધી મુલાકાત

ભાવનગરઃ જિલ્લાનો અલંગ ખાતેનો શીપબ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડને આધૂનિક ટેકનોલોજી કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય, ફંડિંગ, ટીએસડીએફ સાઇટનું અપગ્રેડેશન કઇ રીતે કરી શકાય તેના અભ્યાસ કરવા માટે જાપાની પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાતે આવ્યુ હતુ. ક્યાં અપગ્રેડેશન કરી શકાય તેની નોંધ લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અલંગમાં […]

ગુજરાત સરકારની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓની અધોગતિ, ભાવનગરમાં 19 વર્ગો બંધ થશે

ભાવનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડશાળાઓની હાલત કફોડી બનતી જાય છે. ગ્રાન્ટ, ભરતી, શિક્ષકોની ભરતી વિગેરે મામલે સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને કાયમી તાળા […]

ભાવનગરના સનાળા ગામે પીળા તરબૂચની ખેતી, સ્વાદમાં લાલ તરબૂચ કરતા પણ મીંઠા

ભાવનગરઃ ગોહિલવાડ પંથક કૃષિ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધન માટે જાણીતો છે. ત્યારે જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના ખેડુતે પીળા તરબૂચની સફળ ખેતી કરી છે. જે સ્વાદમાં લાલ તરબૂચ કરતા પણ મીંઠા છે. ગરમીની સીઝનમાં તરબૂચ ખાવાની એક અલગ જ મજા છે. ત્યારે પીળા તરબૂચ પણ આ વિસ્તારની એક ઓળખ બની ગયા છે. ભાવનગર […]

ભાવનગર ડમીકાંડ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હાજર ન થતાં પોલીસે ફરી સમન્સ મોકલ્યું

ભાવનગરઃ ગુજરાતમાં નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરલિકની ઘટનાઓ બાદ હવે ડમીકાંડ પ્રકાશમાં આવ્યું છે. આ ડમીકાંડ પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પોલીસે સમન્સ પાઠવીને જવાબ માટે આજે બુધવારે બોલાવ્યા હતા. પણ પોતે બિમાર હોવાનું કહીને યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા નહતા અને 10 દિવસનો સમય માંગ્યો હતો. પોલીસ દ્વારા હવે યુવરાજસિંહને ફરીવાર સમન્સ પાઠવી 21 […]

ભાવનગરને પાણી પુરૂ પાડતા બોર તળાવમાં સિદસર ગામના ગટરનું પાણી ઠલવાતું હોવાની રાવ

ભાવનગરઃ શહેરને પાણી પુરી પાડતું ગૌરીશંકર તળાવ ઐતિહાસિક છે. આ તળાવ બોર તળાવના નામે ઓળખાય છે. છેલ્લા ઘણા વર્ષોથી મેઘમહેરને કારણે ભાવનગર શહેર માટે પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં પણ નહીવત રહી છે. બોરતળાવ પણ આખું વર્ષ ભર્યું ભર્યું રહ્યું છે. અને બોરતળાવના પાણીનો પીવા માટે ઉપયોગ પણ કરાય છે. ત્યારે શહેરના સીમાડે આવેલા સિદસર ગામના […]

ભાવનગરના જવાહર મેદાનની માલિકી કોની, સરકારી વિભાગોમાં મતભેદો, લાખોની લોખંડની ગ્રીલ ગાયબ

ભાવનગરઃ શહેરની મધ્યમાં જવાહર મેદાન આવેલું છે. જે ગધેડિયા ફિલ્ડ તરીકે પણ ઓળખાય છે. આ વિશાળ ગ્રાઉન્ડ પર લોકસભા કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિશાળ સભાઓ યોજાતી હોય છે. તેમજ શહેરના મોટા ઈવેન્ટ પણ આ સ્થળે યોજવામાં આવતા હોય છે. પરંતુ સવા બે લાખ સ્કવેર મીટરમાં પથરાયેલા જવાહર મેદાનની માલિકી કોની તે અગે સરકારી વિભાગો જ […]

ભાવનગરના મહુવા તાલુકામાં નાના-મોટા 4 બંધારાને કારણે 30 હજાર વીઘા જમીને મળતો સિંચાઈનો લાભ

ભાવનગરઃ  જિલ્લાના મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના બંધારા બનાવવામાં આવ્યાં હતા . જેના કારણે ખેતીની દિશા જ બદલાઇ ગઇ છે.  લોકોના પરિશ્રમથી બનાવેલા નાના-મોટા ચાર બંધારાને કારણે હવે સિંચાઈ માટેના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના એમ કુલ ચાર બંધારા પૂર્વ ધારાસભ્ય ડો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code