1. Home
  2. Tag "bhopal"

મધ્યપ્રદેશનું આ મંદિર કે જ્યાં પ્રસાદના રુપમાં માતાજીને ચપ્પલ ચઢાવામાં આવે છે ,પુત્રી સ્વરુપે માતાથી થાય છે પૂજા

ભોપાલમાં આવેલું છે આ માતાજીનું અનોખું મંદિર જ્યા પ્રસાદમાં ચપ્પલ ચઢાવાય છે આપણે એવનવા મંદિરો વિશે સાંભળ્યું હશે પણ આજે જે મંદિરની વાત કરીએ છે તે સાંભળીને ચોક્કસ તમને નવાઈ તો લાગશે જ મધ્યપ્રદેશમાં આવેલા ભોપલનું આ માતાનું મંદિર છે જેના વિશે આજે આપણે વાત કરીશું. ભોપાલમાં એક અનોખું દેવી મંદિર છે, જ્યાં ભક્તો માતાને […]

પતિ અને બે પત્ની વચ્ચેનો વિવાદ કાઉન્સેલરની મદદથી ઉકેલાયો, 3-3 દિવસ 2 પત્નીઓ સાથે રહેશે

ભોપાલઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પતિ અને બે પત્ની વચ્ચેનો અનોખો કરાર ચર્ચામાં છે. ગુરુગ્રામ (હરિયાણા)માં પોસ્ટેડ એક સોફ્ટવેર એન્જિનિયર પરિણીત હોવા છતાં મહિલા કર્મચારીના પ્રેમમાં પડી ગયો હતો. તેમજ બેચલર હોવાનો ડોળ કરીને પહેલેથી જ પરિણીત એન્જિનિયરે તેની સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. થોડા મહિના લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા અને પછી લગ્ન કરી લીધા […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભોપાલમાં 7મા ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે ભોપાલ જશે.તે 7મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.કોન્ફરન્સમાં 15 દેશોના 350 થી વધુ વિદ્વાનો અને પાંચ દેશોના સંસ્કૃતિ મંત્રીઓ પણ ભાગ લેશે.આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુર અને સાંચી બૌદ્ધ-ભારતીય અભ્યાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.નીરજા ગુપ્તા પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ કુશાભાઉ ઠાકરે ઓડિટોરિયમમાં […]

IMF ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છેઃ પીએમ મોદી

ભોપાલઃ ઈન્દોરમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ આપ્યો હતો. આ સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અને દેશની અર્થવ્યવસ્થા પણ તેજ ગતિએ છે. તેમણે વધુમાં કહ્યું કે, IMF ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે. ઈન્ટરનેશનલ બેંક સર્વે વિશે વાત કરતા પીએમ મોદીએ […]

ભારત જોડો યાત્રા POK સુધી લંબાવવા રાહુલ ગાંધીને પૂર્વ CM ઉમા ભારતનું સૂચન

ભોપાલઃ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો યાત્રામાં જોડાઈ રહ્યાં છે, દરમિયાન ભાજપના પૂર્વ મહિલા મુખ્યમંત્રી ઉમા ભારતીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા અને કહ્યું કે, રાહુલ ગાંધીએ પીઓકે સુધી યાત્રા કરવી જોઈએ અને ભારતમાં પીઓકેને જોડવાના પ્રયાસ કરવા જોઈએ. મધ્યપ્રદેશના બેતૂલમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા […]

મધ્યપ્રદેશઃ ભોપાલના બે વિસ્તારના નામ બદલવામાં આવ્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ફરી એકવાર વિસ્તારના નામ બદલવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભોપાલ નગરનિગમની બેઠકમાં રાજધાનીના બે વિસ્તારના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે બાદ હલાલપુર બસ સ્ટેન્ડનું નામ હનુમાનગઢી અને લાલઘાટીનું નામ મહેન્દ્ર નારાયણ દાસજી મહારાજ સર્વેશ્વર ચોક કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બંને પ્રસ્તાવ ભોપાલના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરએ રજુ કર્યો […]

ભોપાલઃ સરકારે સ્કૂલના સમારકામ માટે આપેલા ફંડમાંથી મઝાર બનાવાઈ, આચાર્ય સસ્પેન્ડ કરાયાં

ભોપાલઃ વિદિશા જિલ્લાના કુરવાઈમાં સીએમ રાઈઝ સ્કૂલમાં મઝાર બનાવવાના મામલે રાજ્ય સરકારે મુસ્લિમ મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યાં હતા. સરકારે સ્કૂલના સમારકામ માટેના પૈસા આપ્યા હતા. જો કે, અહી મઝાર બનાવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આચાર્યનો પતિ શાળામાં રમતગમત શિક્ષક છે અને તેણે આ મઝાર બંધાવી હોવાનું જાણવા મળે છે. શાળાના નિવૃત્ત શિક્ષકે સરસ્વતી […]

ભોપાલમાં સરકારી કર્મચારી પાસેથી 85 લાખની રોકડ તથા કરોડોની સંપત્તિ મળી

ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં આરોગ્ય વિભાગના ક્લાર્ક હીરો કેસવાનીના ઘરે ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW) એ દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ અપ્રમાણસર સંપત્તિના પુરાવા મળ્યા હતા. તપાસમાં ચાર કરોડથી વધુની સંપત્તિનો પર્દાફાશ થયો હતો. તેમજ તેના ઘરેથી 85 લાખની રોકડ પણ મળી આવી હતી. દરમિયાન આરોગ્ય કર્મચારી કેસવાણીએ તપાસ ટીમની કાર્યવાહીથી બચવા માટે ફિનાઈલ પીધું હતુ, […]

લો બોલો, ભોપાલની હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરનારા વિદ્યાર્થીઓ સામે શૈક્ષણિક સંસ્થાએ કરી કાર્યવાહી

મુંબઈઃ ભોપાલમાં આવેલા એક ઈન્સ્ટિટ્યુટ ખાતે બીટેકના 20 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરી હતી. જેની સામે શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 7 વિદ્યાર્થીઓને રૂ. પાંચ-પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સીએમ શિવરાજસિંહ સરકાર સમક્ષ પહોંચતા તેની ગંભીર નોંધ લીધી હતી. તેમજ શૈક્ષણિક સંસ્થાને દંડ ન લેવા […]

મધ્યપ્રદેશના ભોપાલમાં શેરી શ્વાનનો આતંકઃ 3 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ કર્યો હુમલો

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બગસેવાનિયાના અંજલિ વિહાર ફેઝ-2માં પાંચ રખડતા શ્વાનોએ ત્રણ વર્ષની માસૂમ બાળકી ઉપર હુમલો કર્યો હતો. તેમજ બાળકીને અનેક જગ્યાએ બચકા ભર્યાં હતા. આ ઘટનાને મધ્યપ્રદેશ માનવ અધિકાર આયોગે ગંભીરતાથી લઈને રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીના પિતા અહીં બાંધકામની સાઈટ ઉપર મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code