1. Home
  2. Tag "police"

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અશરફના સાળા સદ્દામની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને એસટીએફની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. પોલીસની આગવી પૂછપરછમાં સદ્દામે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સદ્દામ જ બરેલી જેલમાં બનેવી અશરફને તમામ સુવિધાઓ પહોંચાડતો હતો. તેમજ સાગરિતોને જેલમાં મળવાની વ્યવસ્થા કરી આપતો હતો. જેલ કર્મચારી શિવહરિ અવસ્થી તથા અન્ય કર્મચારીના નામ પોલીસ સમક્ષ જણાવ્યાં હતા, […]

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન

અમદાવાદઃ રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-પૂજા કર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગણેશજીની મુર્તિના વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યાં હતા. તેમજ રાજ્યભરમાં સુરક્ષાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને લઈને […]

પંચમહાલ જિલ્લાના ગજાપુરા ગામના તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ઉંડા પાણીમાં ડુબ્યાં

ચાર બાળકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાયાં અમદાવાદઃ પંચમહાલના ગજાપુર ગામના તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. તળાવમાં નહાવા પડેલા ચાર બાળકોના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવને પગલે […]

દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં તસ્કરો ત્રાટક્યાં, 25 કરોડની મતાની ચોરી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન દિલ્હીના જંગપુરામાં જ્વેલર્સ શો-રૂમમાં રૂ. 25 કરોડથી કિંમતના સોના-ચાંદી અને હિરાના દાગીનાની ચોરીની સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તસ્કરો શો-રૂમની છત કાપીને અંદર ઘુસ્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના જંગપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ શો-રૂમમાં […]

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર એક કોલથી મચી ગયો ખળભળાટ,પોલીસે શરૂ કરી તપાસ, આ છે મામલો

મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી ખળભળાટ   પોલીસે શરૂ કરી તપાસ નકલી કોલરને શોધી રહી છે પોલીસ  મુંબઈ:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે એક ફોન કરનારે ફોન કરીને કહ્યું કે એરપોર્ટ પર બ્લુ બેગમાં બોમ્બ છે. આ કોલ મુંબઈમાં T-2 પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ […]

તેલંગાણામાં 25 લાખનું ઈનામ ધરાવતો માઓવાદી નેતા ઝડપાયો

આંધ્રપ્રદેશઃ તેલંગાણા પોલીસે રૂ. 25 લાખનું ઈનામ ધરાવતા માઓવાદી સંજય દીપક રાવને કુકટપલ્લીના મલેશિયાઈ ટાઉનમાંથી ઝડપી લીધો છે. સંજ્ય રાવ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી)નો સક્રિય નેતાઓ પૈકીનો એક હતો. પોલીસ દ્વારા આરોપીની આગવીઢબે પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેમના અન્ય સાગરિતોની પણ શોધખોળ આરંભી છે. તેલંગાણાના ડીજીપી અંજનીકુમારે જણાવ્યું હતું […]

ઠાસરાઃ ભગવાન શિવજીની નિકળેલી યાત્રા ઉપર તોફાનીઓનો ભારે પથ્થરમારો, પોલીસ તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ છે, દરમિયાન આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસ પર્વ ઉપર રાજ્યભરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખેડા જિલ્લાના ઠાકરામાં ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભગવાન શિવજીની સવારી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારામાં પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં […]

સુરતઃ કિમ ચાર રસ્તા પાસે વિચિત્ર અકસ્માત, એક સાથે 10 વાહનો અથડાયાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કિમ ચાર રસ્તા પાસે પૂરઝડપે પસાર થતી લકઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારતા એક-બાદ લગભગ 10 વાહનો અથડાયાં હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે […]

ભિલોડાના ધારાસભ્યના નિવાસ્થાને લૂંટારુઓ ત્રાટક્યાં, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન લૂંટારુઓએ ભિલોડાના ધારાસભ્યના નિવાસ્થાનને નિશાન બનાવીને તેમના પત્નીને બંધક બનાવ્યાં હતા. તેમજ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેથી ધારાસભ્ય ગાંધીનગરમાં ઉપસ્થિત હતા. પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા માટે એફએસએલ અને ડોગ […]

તેલંગાણામાંથી આંતરરાજ્ય તસ્કર ટોળકી ઝડપાઈ, અઢી કરોડનો મુદ્દામાલ મળ્યો

આંધ્રપ્રદેશઃ તેલંગાણાના વારંગલમાંથી પોલીસે દેશના વિવિધ રાજ્યોમાં ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય ટોળકીને ઝડપી લીધી હતી. આ ટોળકી પારેથી અઢી કરોડની કિંમતના ચોરેલા સોના-ચાંદી અને હિરાના દાગીના મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. ટોળકી પાસેથી વિદેશી બનાવટીની પિસ્તોલ અને નશીલા દ્રવ્યો પણ મળ્યા હોવાનું જાણવા મળે છે. વારંગના પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code