1. Home
  2. Tag "police"

અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત, 3 ઘાયલ

અમદાવાદઃ શહેરના છેવાડે બાવળા નજીક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ હતી. બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતની આ ઘટનામાં મૃતકોમાં 5 મહિલા અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

મણિપુરમાં હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં SITની છ-છ ટીમો તપાસ કરશે

નવી દિલ્હીઃ મણિપુરમાં થયેલી હિંસાની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ પરિસ્થિતિ થાળે પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યમાં હિંસાથી પ્રભાવિત દરેક જિલ્લામાં તોફાનોની કેસની તપાસ કરવા માટે છ સીટની રચના કરવામાં આવશે. દરમિયાન એસઆઈટીની […]

વડોદરાના શિનોર નજીકથી ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ, 3ની ધરપકડ

ગૌરક્ષકોની મદદથી પોલીસે 18 ગાયને બચાવી પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ તમામ ગાયને પાંજરાપોળ મોકલી અપાઈ અમદાવાદઃ રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગૌવંશની હેરાફેરીને અટકાવવા માટે પોલીસ ઉપરાંત ગૌરક્ષકો એક્ટિવ બન્યાં છે. દરમિયાન વડોદરામાંથી પોલીસે ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ 18 ગાયને મુક્ત કરાવીને પાંજરાપોળ મોકલી આપવા કવાયત શરૂ કરી […]

અમદાવાદમાં નશીલા દ્રવ્યો સાથે મહિલા સહિત 3 ઝડપાયા

અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે  અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન શહેરના શાહીબાગ વિસ્તારમાં હનુમાન કેમ્પ નજીકથી એક મહિલા સહિત 3 શખ્સોને 3 કિલો ગાંજા પાસે પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ ગાંજાનો જથ્થો શહેરના કુબેરનગરની મહિલાને ડિલિવરી આપતા જતા જે પહેલા જ પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. જ્યારે કુબેરનગરની મહિલાને ઝડપી લેવા […]

અમદાવાદ બાદ હવે સુરતમાં નબીરાએ કહેર વર્તાવ્યો, નશામાં ચકચુર કારચાલકે 5 વ્યક્તિઓને લીધા અડફેટે

ત્રણ મોટરસાઈકલને અડફેટે લઈને અકસ્માતની હારમાળા સર્જી પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ ઉપર ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલે સર્જેલા અકસ્માતની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે સુરતમાં નબીરાએ પૂરઝડપે મોટરકાર હંકારીને પાંચ વ્યક્તિઓને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પૂરઝડપે […]

અમદાવાદમાં ફરી એક વાર લકઝુરિયસ કારના ચાલકે નશાની હાલતમાં સર્જી અકસ્માતની હારમાળા

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલી દૂર્ઘટનાને પગલે સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા ઓવરસ્પીડ વાહન હંકારનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહ્યાંના દાવા કરાય છે. દરમિયાન ફરી એકવાર લકઝુરિયર્સ કારના ચાલકે નશામાં ચકચુર હાલતમાં સેટેલાઈટ વિસ્તારમાં કેટલાક વાહનોને અટફેટે લીધા હોવાનું જાણવા મળે છે. દરમિયાન માણેકબાગ નજીક કાર અથડાતા લોકોએ તેને નશાની હાલતમાં ઝડપીને પોલીસને […]

મહારાષ્ટ્ર: માતા-પિતાએ કરી કાળી મજૂરી,ત્રણેય દિકરીઓએ મેળવી પોલીસમાં નોકરી

મુંબઈ: દરેક દિકરી માટે તેના માતા પિતાથી વધારે ભગવાન પણ નથી હોતા, આ વાતને કોઈ નકારી શકે નહી. આપણે તમામ લોકો જાણીએ છે કે જ્યારે કઈ કરી જવાની ધગશ હોય ત્યારે કોઈ વસ્તુ એવી નથી કે જેને આપણે ન મેળવની શકીએ અને આવુ જ એક ઉદાહરણ આપણને મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. જાણકારી અનુસાર મહારાષ્ટ્રમાં રહેતા […]

ઈસ્કોનબ્રિજ દુર્ઘટનાઃ તથ્ય પટેલ સામે સઅપહાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો, છ વ્યક્તિઓની અટકાયત

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોનબ્રિજ ઉપર પૂરઝડપે પસાર થતી મોટરકારે અનેક વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં નવ વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં પોલીસે કાર ચાલક તથ્ય પટેલની અટકાયત કરી છે. […]

ઈસ્કોનબ્રિજ દુર્ઘટનામાં કાર ચાલક અને તેના પિતાની સામે આકરી કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિવારનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંત્વાના પાઠવી હતી. તેમજ આરોપી સામે આકરી કાર્યવાહીનો નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં ઘટના સ્થળ પર દોડી જઈને સામાન્ય નાગરિકો સાથે દાદાગીરી કરનાર કાર ચાલકના પિતા સામે પણ કાર્યવાહીના નિર્દેશ કરવામાં આવ્યાં છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઈસ્કોનબ્રિજ ઉપર કારના […]

મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા અયોગ્ય વર્તન મામલે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, આરોપીઓ સામે આકરી કાર્યવાહીની ખાતરી આપી

નવી દિલ્હી, 20 જુલાઇ. મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડની કથિત ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે આ ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે અને સમગ્ર દેશનું અપમાન છે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધતા વડાપ્રધાને દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે આ મામલામાં દોષિતોને બક્ષવામાં આવશે નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code