1. Home
  2. Tag "police"

ઉત્તરાખંડઃ એક પ્રોજેક્ટમાં વીજ કરંટ લાગતા 15ના મોતની આશંકા, અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વીજ કરંટ લાગવાથી 15 લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ચમોલીમાં અલકનંદા નદીના કિનારે નમામી ગંગે પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યાં એક ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી શકે […]

મહીસાગરના અલદરી માતા ધોધ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ મહીસાગર જિલ્લો પોતાના કુદરતી સૌંદર્યના કારણે રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. મહીસાગર જિલ્લામાં ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક નદી નાળાઓ વહેવા લાગ્યા છે. જેમાં ઘોધ અને ઝરણાં પણ સક્રીય થયાં છે. ત્યારે ખાનપુર તાલુકાના બકોર- પાંડરવાળા પાસે આવેલ વાવકુવા જંગલ વિસ્તારમાં અલદરી માતાનો ધોધ પણ સક્રિય થયો છે. આ ધોધ […]

ઉમેશ પાલ હત્યા કેસઃ પોલીસ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા, અતીકના સગીર પુત્રોની સંડોવણી ખુલી

લખનૌઃ પ્રયાગરાજ પોલીસે ધારાસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી અને વકીલ ઉમેશ પાલની સરાજાહેરમાં હત્યા કરવાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, ઉમેશ પાલની હત્યામાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અહેમદ જ નહીં, અન્ય તમામ પુત્રો સામેલ હતા. અતીકના પુત્રો મોહમ્મદ ઉમર, અલી […]

કચ્છમાં રૂ. 2.10 કરોડના હેરોઈનના જથ્થા સાથે પાંચ આરોપી ઝડપાયાં

અમદાવાદઃ રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કચ્છમાંથી પોલીસે ફિલ્મીસ્ટાઈલે ડ્રગ્સ માફિયાઓનો પીછો કરીને 2.10 કરોડના હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. મોટરકારમાં સવાર ડ્રગ્સ માફિયાઓએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેમની કારનો ફિલ્મી સ્ટાઈલે પીછો […]

બંગાળ પંચાયત ચૂંટણીઃ મતગણતરી કેન્દ્ર બહાર થયો બોમ્બ બ્લાસ્ટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, કેટલાક મતદાન ગણતરી કેન્દ્રોની પાસે હિંસાના બનાવો બન્યાં છે. દરમિયાન ડાયમંડ હાર્બરમાં એક મતગણતરી કેન્દ્ર પાસે દેશી બોમ્બનો બ્લાસ્ટ થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બ્લાસ્ટમાં જાનહાનીને લઈને કોઈ માહિતી સામે આવી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીએમસીનો વિજય […]

ઉત્તરપ્રદેશમાં બાઈક ઉપર સાત યુવાનોને સવાર થઈને રીલ બનાવવી ભારે પડી, આકરો દંડ ફટકારાયો

લખનૌઃ દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા અનેક લોકો રીલ બનાવવા માટે જીવ જોખમમાં મુકતા અચકાતા નથી. બીજી તરફ મોટરસાઈકલ ઉપર સ્ટંટ કરનાર યુવાનો પોતાની સાથે અન્યના લોકોના જીવને પણ જોખમમાં મુકતા અચકાતા નથી. દરમિયાન ઉત્તરપ્રદેશમાં રીલ બનાવવા માટે બાઈક પણ સ્ટંટ કરવો યુવાનોને ભારે પડ્યો છે. સોશિયલ મીડિયામાં એક મોટરસાઈકલ ઉપર […]

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી હિંસક બની, વિવિધ બનાવમાં નવ વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલા આજે પંચાયત ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જો કે, આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન પશ્ચિમ બંગાળમાં મધ્યરાત્રિથી ચૂંટણી સંબંધિત હિંસામાં નવ લોકો માર્યા ગયા હતા. રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, માર્યા ગયેલા […]

એકતાનગરઃ G-20 સમિટને લઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ, મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ભારત દેશ જી-20ની પ્રમુખ આગેવાની કરી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં આગામી સમયમાં એકતાનગર ખાતે જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તથા CEO ની આગેવાની હેઠળ એકતાનગર (કેવડીયા) […]

પંચમહાલમાં વરસાદી માહોલ વચ્ચે દિવાલ ધરાશાયી થતા ચાર વ્યક્તિના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હાલોલના ચંદ્રપુરા ગામની જીઆઈડીસીમાં એક દિવાલ ધરાશાયી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર ચંદ્રપુરા ગામની જીઆઈડીસીમાં વરસાદ વચ્ચે […]

અમદાવાદમાં છેડતી કરનાર રોડસાઈટ રોમિયોને વિદ્યાર્થિનીએ સરાજેહાર મેથીપાક ચખાડ્યો

અમદાવાદઃ શહેરના કાગડાપીઠ પોલીસ વિસ્તારમાં સરાજાહેર વિદ્યાર્થિનીની છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જો કે, પીડિત વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને રોડસાઈડ રોમિયોને મેથીપાક ચખાડીને પાઠ ભણાવ્યો હતો. દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં વીડિયો જોઈને લોકો રોમિયોને સરાજાહેર પાઠ ભણાવતી વિદ્યાર્થિનીની હિંમતની પ્રસંશા કરી રહી રહ્યાં છે, એટલું જ નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code