1. Home
  2. Tag "police"

મેરઠઃ ઈન્ટરનેટ ઉપર તમંચો બનાવતા શીખીને બે આરોપીઓએ ઘરમાં જ ફેકટરી શરૂ કરી

પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ તપાસ આરભી ઘટના સ્થળ પરથી મોટી સંખ્યામાં તમંચા જપ્ત કર્યાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા ભોપાલઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટ ફોનના વપરાશની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. બીજી તરફ ગુનાખોરીમાં પણ હવે સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન મેરઠમાં બે શખ્સોએ ઈન્ટરનેટ મારફતે તમંચો બનાવતા […]

સુરતઃ ડીઆરઆઈએ રૂ. 91 લાખની કિંમતનો ઈ-સિગારેટનો જથ્થો ઝપ્ત કર્યો

અમદાવાદઃ દારૂ સહિતના નશાકારક પદાર્થોને ઝડપી લેવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ અભિયાન આરંભ્યું છે. દરમિયાન સુરતમાંથી ડીઆરઆઈની ટીમે રૂ. 91 લાખની કિંમતની ઈ-સિગારેટનો જથ્થો ઝપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં એક મોટી ઘટનામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની (DRI) […]

મહારાષ્ટ્રઃ પૂણેમાં બે દાયકાથી ગંભીર ગુનામાં વોન્ટેડ કુખ્યાત ગુનેગાર આખરે ઝડપાયો

નાગપુરઃ મહારાષ્ટ્રમાં બે દાયકાથી ફરાર કુખ્યાત ગુનેગારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પૂણેમાંથી કુખ્યાત અમર નાઈક ગેંગના સભ્યને ઝડપી લીધો હતો. આરોપી લૂંટ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. પોલીસે કુખ્યાત આરોપીને ઝડપી લઈને તેના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર પોલીસને […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારના શાસનમાં 65 ગુનેગારોની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં માફિયાઓ સામે સીએમ યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. માફિયાઓના આર્થિક સામ્રાજ્યને તોડી પાડવા માટે એન્ટી માફિયા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ફોર્સે 65 આરોપીઓની ઓળખ કરીને તેમની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. દરમિયાન 41 આરોપીઓને સજા પણ અપાવી છે. જ્યારે નવ માફિયાઓના એન્કાઉન્ટરમાં મોત થયાં હતા. […]

બળજબરીથી દંપતિના ધર્મપરિવર્તન મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને FIR નોંધવા સૂચના

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગે મધ્યપ્રદેશના ડીજીપીને એક દલિત દંપતિને ધાર્મિક સંગઠન દ્વારા પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં કથિત રીતે ધર્માંતરિત કરવા બદલ FIR નોંધવા નિર્દેશ કર્યો છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને લખેલા પત્રમાં, કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે જો આરોપોની પુષ્ટિ થાય તો આરોપી એવા ધાર્મિક નેતાને કસ્ટડીમાં લેવા જોઈએ. કમિશને પોતાના નિવેદનમાં […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે. […]

રાજસ્થાનઃ જમીનનું વળતર નહી મળતા ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કરાયાનું ખૂલ્યું

જયપુરઃ ઉદયપુર-અમદાવાદ વચ્ચેની નવી રેલવે લાઈનને ઓઢા બ્રિજ ઉપર બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. જમીન સંપાદન મામલે 45 વર્ષ સુધી વળતર અને નોકરી નહીં મળતા આરોપીઓએ કાવતરાને અંજામ આપ્યો હતો. વર્ષ 1974-75માં રેલવે લાઈન નાખવા માટે આરોપીના પરિવાર પાસેથી 70 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી. આરોપીઓએ રેલવે ટ્રેકના બંને તરફ 40-40 ડેટોનેટરની […]

અમૃતસરમાંથી બે આતંકવાદીઓને મોતના સામાન સાથે ઝડપી લેવાયાં

નવી દિલ્હીઃ અમૃતસર પોલીસે આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના કબજામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, ભારતીય ચલણના એક લાખ રૂપિયા અને એક કાર મળી આવી હતી. જો કે મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કંઈપણ જણાવવા તૈયાર નથી. ફિરોજપુર જિલ્લાના બરકે ગામના પ્રકાશ સિંહ ઉર્ફે મિંટૂ, અંગ્રેજ સિહ ઉર્ફે […]

ગુજરાત ચૂંટણી 2022: સ્થાનિક પોલીસ સાથે CRPFની 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સહિંતા લાગુ થઈ હતી. નાણા અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને લઈને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્‍ત રાખવા અને કોઇ અકલ્‍પીય ઘટના ન ઘટે તે માટે […]

ઉત્તરપ્રદેશઃ યુવાનને ભીખારી બનાવવા માટે કરાયાં હ્રદય કંપાવી નાખે તેવા અત્યાચાર ગુજારાયાં

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં યુવાનને ભીખ મંગાવવાના ઈરાદે તેના પરિચીતે હાથ-પગ તોડી નાખ્યાં બાદ આંખોમાં કેમિકલ નાખીને અંધ બનાવ્યો હતો, એટલું જ નહીં યુવાનને દિલ્હીની એક ગેંગને વેચી માર્યો હતો. પરંતુ યુવાનની તબિયત વધારે લથડતા ગેંગના લીડરે તેને પરત કાનપુર મોકલી આવ્યો હતો. તે સમયે યુવાનને પરિચીતે જ રસ્તા ઉપર બેસાડીને ભીખ મંગાવી હતી. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code