1. Home
  2. Tag "police"

રાજસ્થાનમાં કટ્ટરવાદીઓ બેખોફઃ નુપુર શર્માના સમર્થન મુદ્દે યુવાનની ઘાતકી હત્યા

ઉદેપુરઃ રાજસ્થાનના ઉદેપુર શહેરમાં ધાનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલદાસ સ્ટ્રીટમાં 3 વ્યક્તિઓએ એક યુવાનની સરાજાહેર હત્યા કરી હતી. પૈગમ્બર વિવાદમાં ફસાયેલા નુપુર શર્માના સમર્થનમાં મોબાઈલમાં સમર્થન કરવા મુદ્દે કટ્ટરવાદીઓએ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. યુવાનના આઠ વર્ષના દીકરીએ સોશિયલ મીડિયા ઉપર નુપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ મુકી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ […]

આડાસંબંધનો આડો ખેલઃ પતિએ પત્ની-પ્રેમીને ગોળીમારી કર્યો આપઘાત, પતિ-પ્રેમીનું મોત

નવી દિલ્હીઃ આડાસંબંધનો અંજામ હંમેશા કરૂણ જ આવે છે, હિમાચલ પ્રદેશના મનાલીમાં પતિએ પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. જેથી ઉશ્કેરાયેલા પતિએ રિવોલ્વરમાંથી પત્ની અને તેના પ્રેમી ઉપર ફાયરિંગ કર્યું હતું. તે પછી પતિએ ગોળીમારીને આપઘાત કર્યો હતો. આ બનાવમાં પતિ અને પ્રેમીનું મોત થયું હતું. જ્યારે પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ […]

ખાનગી ટૂ-વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ વાહનો પર પોલીસ કે MLA લખાવાશે તો કડક પગલાં લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં લોકોમાં ટ્રાફિક સેન્સ વધે તે માટે અવાર-નવાર ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. તાજેતરમાં વાહનો પર કાળી ફિલ્મ, યોગ્ય નિયત કરેલી નંબર પ્લેટ્સ નહોય તેની સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. હવે કેટલાક વાહનો પર એમએલએ, પ્રેસ, પોલીસ તેમજ પક્ષના હોદેદારના પદ લખવામાં આવતા હોય છે. લોકોમાં વટ પાડવા માટે વાહનો પર આવા લખાણો […]

રાજકોટ નજીક ગમખ્વાર અકસ્માત, લકઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર

અમદાવાદઃ રાજકોટ-લીંબડી હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેકડાઉન બસ રોડની સાઈડમાં ઉભી હતી. દરમિયાન પૂરઝડપે આવેલી ટ્રકે ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-લીંબડી હાઈવે પરથી પસાર થતી લકઝરી બસમાં પંચર પડ્યું હતું. જેથી ચાલકે બસ સાઈડમાં ઉભી રાખી હતી. તેમજ વ્હલી […]

પટણાઃ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી મોતનો સામાન મળ્યો, બોમ્બ બનાવવાની સમગ્રી મળી

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં સ્થિત પટણા યુનિવર્સિટીની હોસ્ટેલમાં પોલીસ છેલ્લા કેટલાક દિવસથી સતત તપાસ કરી રહી છે. પટેલ હોસ્ટેલમાં દરોડામાં ટીવી રૂમના હોલમાં છુપાવેલો મોતનો સમાન મળી રહ્યો હતો. પોલીસની તપાસમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીઓની પૂછપરછ આરંભી […]

રાજકોટઃ મોજશોખ પુરા કરવા માટે બોગસ ચલણી નોટો વટાવતાનો પ્રયાસ કરનારા બે વિદ્યાર્થી ઝબ્બે

અમદાવાદઃ રાજકોટમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને પોલીસે રૂ. એક લાખની બોગસ નોટો સાથે ઝડપી લીધા હતા. નોટો વિસાવદરના એક સપ્લાયર પાસેથી લાવ્યાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે વિસાવદર સુધી તપાસ લંબાવી હતી. જો કે, સપ્લાયરે થોડા સમય પહેલા જ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હોવાનું ખૂલ્યું હતું. બંને વિદ્યાર્થીઓ મોજશોખ પુરા કરવા માટે બોગસ ચલણી નોટોના રેકેટમાં […]

ડાકોરઃ ભગવાનની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ, 250મી રથયાત્રા નીકળશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ માટે હાલ અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીની રથયાત્રા જોડાશે. કોરોના […]

સમસ્યાના પાયામાં જઈને તેને ઉકેલવામાં આવે તો પ્રયાસો સફળ થાયઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજરત પોલીસ દળની ગરિમાને વધુ ઉંચાઇએ લઇ જવી છે, પોલીસ જવાનનો પિપલ ફ્રેન્ડલી એપ્રોચ હંમેશા લોકોની પ્રશંસા મેળવતો હોય છે અને સારા કાર્યોની છાપ જનમાનસમાં કાયમ રહેતી હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસે […]

દેવભૂમિદ્વારકાઃ 6 વર્ષ પહેલા બંધ થયેલી રૂ. 500ના દરની રૂ. 6 લાખોની નોટો સાથે 2ની ધરપકડ

અમદાવાદઃ દેશમાં નવેમ્બર 2016માં રૂ. 500 અને 1000ના દરની નોટો બંધ કરવામાં આવી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી જે તે વખતે પોલીસ દ્વારા કરોડોની જૂની નોટો ખોટી રીતે વટાવા જતા ઝડપી લેવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક લોકો પાસે પણ જૂની નોટ હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિદ્વારકા જિલ્લામાંથી રૂ. 5.96 લાખની બંધ થઈ ગયેલી રૂ. […]

ગુજરાતમાં સાત મહિનામાં ચાર હજાર કરોડથી વધુ ડ્રગ્સ પકડાયું

અમદાવાદઃ રાજયના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતે યોજાયેલા વિરાટ યુવા સંમેલનને સંબોધતા રાજયના યુવાનો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે ત્યારે સમાજમાં વ્યાપી ગયેલ વ્યસનના રાક્ષસને નાથવા માટે યુવાનોને આગળ આવવાનો અનુરોધ કરી વ્યસનમુકત સમાજના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે નાર્કોટીક્સ સામે અભિયાન હાથ ધર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code