1. Home
  2. Tag "police"

આંધ્રપ્રદેશઃ ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત, અનેક લોકો ઘાયલ

મુંબઈઃ આંધ્રપ્રદેશમાં ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં હતા. ગુવાહાટી જતી ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન બટુવા ગામ પાસે અટકાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા અને બાજુની ટ્રેક પાસે ઉભા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનની અડફેટે કેટલાક પ્રવાસીઓ આવી ગયા હતા. […]

ઉત્તરપ્રદેશમાં ચોરીની વિચિત્ર ઘટનાઃ લીંબુના ભાવના વધારા વચ્ચે 50 કિલો લીંબુની ચોરી

લખનૌઃ ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં તસ્કરો સોના-ચાંદીના દાગીના નહીં પરંતુ લીંબુની ચોરી કરી હતી. એટલું જ નહીં અજાણ્યા શખ્સો લીંબુના જથ્થાની સાથે ડુંગળી અને લસણની પણ ચોરી કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં છે. હાલ એક કિલો લીંબુનો ભાવ રૂ. 400 જેટલો છે. આ ભાવ વધારા […]

બિહારમાં લોખંડનો પુલ કાપીને ચોરી કરવાના કેસનો ભેદ ઉકેલાયો, ઉચ્ચ અધિકારીઓની સંડોવણી ખુલ્લી

નવી દિલ્હીઃ બિહારના રોહતાસ જિલ્લાના નાસરીગંજ બ્લોકમાં અમિયાવર ગામ પાસે નહેર પર બનેલા 47 વર્ષ જૂના લોખંડના પુલની ચોરીના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જળસંપત્તિ વિભાગના SDOના કહેવાથી જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં કેનાલ અંડર ડિવિઝન, નસરીગંજના એસડીઓ, મોસમી કર્મચારીઓ, ચાર કબાડીવાળા, એક વાહન માલિક અને એક આરજેડી નેતાની ધરપકડ કરવામાં આવી […]

ખંભાતમાં કોમી તોફાન બાદ અજંપાભરી શાંતિ, 9 તોફાનીઓની અટકાયત

અમદાવાદઃ આણંદના અશાંત મનાતા ખંભાતમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામજીની નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વોએ અટકચાળો કર્યો હતો. જેથી બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. તોફાની ટાળાએ કેટલાક વાહનોને પણ આગચાંપી હતી. પોલીસે હાલ સમગ્ર ખંભાતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે તેમજ એસઆરપીની કંપનીઓ પણ ઉતારી દેવામાં આવી છે. પોલીસે 9 […]

ભરૂચની એક કેમિકલ કંપનીમાં સર્જાઈ દૂર્ઘટનાઃ પાંચ કર્મચારીઓના મૃત્યું

અમદાવાદઃ ગુજરાતના ભરૂચમાં આવેલી એક કેમિકલ કંપનીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં બ્લાસ્ટ બાદ અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે એક વ્યક્તિ લાપતા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચના દહેજમાં આવેલી એક કેમિકલ કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક […]

બિહારમાં તસ્કરોનો તરખાટઃ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી લોખંડનો આખો પુલ તોડી ચોરી ગયા

પટનાઃ બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાં ધોળા દિવસે લોખંડના પુલની ચોરીનો મામલો સામે આવ્યો છે. સિંચાઈ વિભાગના કર્મચારીની ઓખળ આપીને ચોરો ગામમાં આવ્યા હતા અને જેસીબી વડે પુલ તોડ્યો હતો. ત્યારબાદ ગેસ કટર વડે કટિંગ કર્યા પછી ટ્રક પર લોખંડ લોડ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસ સમગ્ર ઘટના અંગે અજાણ હતી અંતે 3 દિવસ બાદ […]

જમ્મુના સિદ્દડા વિસ્તારમાં અસામાજીક તત્વોએ એક મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ જમ્મુના સિદ્દારા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓની તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. જેથી હિન્દુઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આરંભી છે. જમ્મુના સિદ્દારા વિસ્તારમાં બનેલા લક્ષ્મી નરસિંહ મંદિરની […]

જમ્મુ-કાશ્મીરઃ પોલીસે ‘ધ અનટોલ્ડ કાશ્મીર ફાઈલ્સ’ નામથી વીડિયો શેયર કર્યો

નવી દિલ્હીઃ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર અને હિજરત પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તમામ કાશ્મીરીઓને ભલે તે કોઈપણ ધર્મના હોય, આતંકવાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયો 57 સેકન્ડનો છે અને તેને ‘ધ અનટોલ્ડ […]

આંધ્રપ્રદેશઃ દિવાલમાં બાખોરુ પાડીને મંદિરમાં ચોરી કરવા ઘુસેલો તસ્કર ફસાયો

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારો તસ્કર વિચિત્ર પરિસ્થિતિમાં ફસાતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મંદિરમાંથી ભગવાનના આભુષણોની ચોરી કરવા માટે દિવાસમાં બાખોરુ પાડીને અંદર ઘુસેલો અજાણ્યો શખશ ફસાઈ જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં જામી યેલમ્મા મંદિરમાં બારી તોડીને અજાણ્યો શખસ અંદર ઘુસ્યો હતો. તેમજ ભગવાનની મૂર્તિને […]

બિહારઃ એમએલસીના અપક્ષ ઉમેદવાર ઉપર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો, એકનું મોત

નવી દિલ્હીઃ બિહારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતું. દરમિયાન મોડી સિવાનના એમએલસીના અપક્ષ ઉમેદવાર રઈસ ખાન પર એકે 47 વડે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં એક બાઇક સવારનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. આમાં રઈસ ખાનના બે સમર્થકોનો સમાવેશ થાય છે. રઈસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code