1. Home
  2. Tag "police"

દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘમકી, પોલીસ તંત્ર એલર્ટ થયું

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિત અનેક માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ધમકીને ગંભીરતાથી લઈને ચેકીંગ વધારે તેજ કર્યું છે. […]

મહારાષ્ટ્રઃ લોકઅપનું તાળુ અને સળિયા તોડ્યા વિના આરોપી થયો ફરાર, પોલીસ પણ ચોંકી ઉઠી

મુંબઈઃ મહારાષ્ટ્રના પુણેમાં એક ચોર લોકઅપમાંથી ગાયબ થવાની ચર્ચાઓ વહેતી થઈ છે. લોકઅપમાં બંધ આરોપી તાળુ અને જેલના સળિયા તોડ્યા વિના ફરાર થઈ જાય છે. પુણેની જેલમાંથી એક આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી જેલના તાળા અને સળિયા તોડ્યા વિના ફરાર થઈ જતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ […]

પશ્ચિમ બંગાળઃ TMCના નેતાની હત્યા બાદ ટોળાએ 12 જેટલા મકાનોને આગચાંપી, 10ના મોત

લખનૌઃ પશ્ચિમ બંગાળના બીરભૂમિના રામપુરહાટ વિસ્તારમાં ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. તેમજ તોફાની ટોળાએ 10થી 12 ઘરના દરવાજા બહારથી બંધ કરીને આગ ચાંપી હતી. આ બનાવમાં 10 વ્યક્તિઓ ભડથું થયાનું ચર્ચાઈ રહ્યું છે. રામપુરહાટના બરશલ ગ્રામ પંચાયતના ઉપ પ્રમુખ ભાદુ શેખની હત્યા થઈ હતી. આ હત્યાનો બદલો લેવા માટે સમગ્ર ઘટનાને અંજામ […]

રાજસ્થાનઃ સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામે યુવાનોને ફસાવીને નાણા પડાવતા પિતા-પુત્ર ઝડપાયાં

જયપુરઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાની સાથે સાયબરહ ક્રાઈમના બનાવોમાં પણ વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનમાં યુવતી નામે સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કરીને યુવાનોને ફસાવનારા પિતા-પુત્રને પોલીસે ઝડપી લીધા હતા. આ બંને અશ્લિલ ચેટ કરવાની સાથે યુવાનોના અશ્લિ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નાણા પડાવતા હતા. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. […]

ઉત્તરપ્રદેશઃ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈને ઘરે પરત ફરતા 3 યુવાનો ઉપર અન્ય ધર્મના લોકોએ કર્યો હુમલો

લખનૌઃ ઉત્તરપ્રદેશના ફાજીલનગર વિસ્તારમાં એક સિનેમામાં સુપ્રસિધ્ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોઈને યુવાનો બહાર નીકળી રહ્યાં હતા ત્યારે એક ધર્મના લોકો હથિયાર લઈને ધસી આવ્યા હતા અને ફિલ્મ જોઈને બહાર નીકળી રહેલા યુવાનો ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 યુવાનો ગંભીર રીતે ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. યુવાનો બહાર નીકળતા હતા […]

કર્ણાટકઃ તુમકુરમાં બસ પલટી ખાઈ જતા 8ના મોક અને 25 મુસાફર ઘાયલ

મુંબઈઃ કર્ણાટકના પાવાગડા પાસે પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન થયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. તેમજ ઘાયલોને […]

સુરતમાં હિરા ઉદ્યોગની સલામતી માટે ડાયમન્ડ સીટી પોલીસ સ્ટેશન ઉભુ કરાશે

અમદાવાદઃ સુરત શહેરમાં હિરાના ઉદ્યોગનો વિકાસ થયેલ છે. સુરતમાં હિરા ઉદ્યોગના વેપારીઓના જાન-માલની સલામતી અને સુરક્ષા માટે ડાયમંડ સીટી પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. એજ રીતે સમગ્ર વિશ્વમાં નાણાંકીય પ્રવુતિઓ માટે આર્કષણનું કેન્દ્ર બનેલા ગીફટ સીટી ખાતે પણ અલાયદું પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. જેના માટે રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવશે ગીફટ સીટીની પરીકલ્પના ગુજરાતના […]

ગુજરાત પોલીસ વિભાગ ચાલુ વર્ષે 2256 વાહનોની ખરીદી કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ સહિતની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દરમિયાન 2022-23ના વર્ષમાં રૂ.183 કરોડના ખર્ચે નવા 2256 વાહનોની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત એક વર્ષમાં પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાએ ભરતી કરાશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજયની વધતી જતી વસ્તી […]

UPમાં અસામાજીક તત્વોમાં યોગીનો ખોફઃ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો નિયમિત હાજરી પુરાવા પહોંચ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી આગેવાનીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષના શાસન દરમિયાન યોગી સરકારે અસામાજીક તત્વો સામે આકરી કાર્યવાહી કરી છે. જેથી ગેરકાયદે પ્રવૃતિ કરનારા અસમાજીકતત્વોમાં ભય ફેલાયો છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, ઉત્તરપ્રદેશમાં ફરીથી યોગી સરકાર બનવા જઈ રહી છે જેથી સહારનપુરમાં ડરેલા અસમાજીક તત્વો […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીનું બુલડોઝર ફરીથી સક્રિય, કુખ્યાત ગેંગસ્ટરની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસબાની ચૂંટણીમાં ફરીથી ભાજપનો ભવ્ય વિજય થયો છે. સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં જ ભાજપની નવી સરકાર રચાશે. જો કે, યોગી શપથ લે તે પહેલા જ તેમનું બુલડોઝર ફરી સક્રિય થયું છે. કુખ્યાત ગેંગસ્ટર બદનસિંહ બદ્દોની ગેરકાયદે ફેકટરી અને બાજારમાં તોડીને જમીનને દબાણ મુક્ત કરાઈ છે. પોલીસ અને મેરઠ વહીવટી તંત્રના અધિકારીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code