1. Home
  2. Tag "water"

અમદાવાદ જિલ્લાના વિરમગામ અને સાણંદના 40 ગામોને સિંચાઈનું પાણીથી વંચિત, ખેડુતોમાં રોષ

અમદાવાદઃ રાજ્યમાં સિંચાઈ માટે સૌથી મોટો આધાર નર્મદા ડેમ પર છે. કેટલાક વિસ્તારોને તો નર્મદાના પાણી સિંચાઈ માટે મળતા નથી.અમદાવાદ જિલ્લાના વિરમગામ ,સાણંદ અને નળકાંઠા વિસ્તારના 40થી વધુ ગામો વર્ષો બાદ પણ સિંચાઈના પાણીથી વંચિત છે. અગાઉ આ ગામોમાં સિંચાઈ માટે ખેડુત આંદોલન થયુ હતુ. હજુ પણ આ પ્રશ્ન હલ ન થતા હવે આગામી વિધાનસભા […]

ધ્રાંગધ્રાના 18 ગામોને નર્મદાનું પાણી નહીં અપાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરાશે

સુરેન્દ્રનગરઃ ઝિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોના લોકોને પીવાનું પાણી  ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. પાણી ન મળતુ હોવાથી રોષે ભરાયેલા લોકોએ અને ગામના સરપંચોએ રામપરા ગામમાં એક બેઠક યોજી હતી. જેમાં તમામ 18 ગામના લોકોએ વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. […]

શું ઉભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણો પાણી ક્યારે અને કેવી રીતે પીવું

પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક શું ઉભા રહીને પાણી પીવું હાનિકારક છે ? અહીં જાણો પાણી ક્યારે અને કેવી રીતે પીવું આપણા ફિટ રહેવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. એવું હંમેશા કહેવાય છે કે, જો આપણે પુષ્કળ પાણી પીશું તો શરીરની અડધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. પાણી આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર […]

સુરતઃ શહેરમાં સમાવાયેલી નગરપાલિકા અને ગ્રામપંચાયતમાં નિયમિત પાણી પહોંચાડાશે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં નવા સમાવિષ્ઠ ગ્રામપંચાયત અને નગરપાલિકામાં નિયમિત પાણીનો જથ્થો મળી રહે તે દિશામાં મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે. નવા સમાવિષ્ટ વિસ્તારો માટે તબક્કાવાર 173.52 એમએલડી ક્ષમતાના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 367 એમએલડી ક્ષમતાના 27 સુએઝ પમ્પિંગ સ્ટેશન, 67.15 કિ.મીની રાઈઝિંગ મેઈન લાઈન તથા કુલ 316.82 કિ.મી.ના ડ્રેનેજ નેટવર્ક માટે ડ્રાફ્ટ […]

સુરતમાં ગંદા પાણીને શુદ્ધ કરીને ઓદ્યોગિક એકમોને પુરુ પડાશે

હજીરા અને પલસાણાના ઉદ્યોગોને સપ્લાય કરાશે શહેરમાં દરરોજ 700 એમએલડી ગંદુ પાણી નીકળે છે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરાશે અમદાવાદઃ સુરતમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી હજીરા અને પલસાણાના ઉદ્યોગોને સપ્લાય કરવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, આનાથી ન માત્ર પાણીની બચત થશે પણ કોર્પોરેશન માટે આવકનું એક સાધન પણ ઉભું થશે. કોર્પોરેશન મુજબ,શહેરમાં દૈનિક […]

અમદાવાદના નરોડામાં તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં રોષ

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં પુરતા વિકાસના કામો થતાં નથી અને જે થાય છે તે વિકાસના કામો ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. પૂર્વના કેટલાક વિકસિત વિસ્તારોમાં ડ્રેનેજનો મુખ્ય પ્રશ્ન છે. નવી બનતી સોસાયટીઓમાં ખાળકૂવા ઊભરાવવા લાગ્યા છે. આ ઉપરાંત પીવાના પાણીનો પણ મુખ્ય પ્રશ્ન છે.નરોડામાં આદિશ્વરનગર વિસ્તારના […]

નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી,જેને જોઈને પ્રવાસીઓ રહી ગયા દંગ

નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી જોઇને પ્રવાસીઓ પણ રહી ગયા દંગ આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો છે જ્યારે પણ કોઈ નદીની વાત થાય છે ત્યારે લોકો તેની સ્વચ્છતાની વાત ચોક્કસ કરે છે.અવારનવાર સાંભળવા મળે છે કે ઘણી નદીઓ એવી છે જે ખૂબ જ ગંદી છે.પરંતુ કેટલાક એવા પણ છે જે પોતાની સ્વચ્છતાના કારણે હેડલાઇન્સમાં રહે […]

સિનેમા થિયેટર્સ, અને મલ્ટિપ્લેક્સમાં લોકો પાણી અને નાસ્તો સાથે લઈ જઈ શકશે

અમદાવાદઃ રાજ્યમાં સિનેમા થિયેટર્સ, મલ્ટિપ્લેક્સ વગેરેમાં હવે લોકો ખાણીપીણીની વસ્તુઓ સાથે લઈ જઈ શકશે. હાલ જાહેર મનેરંજનના સ્થળોએ લોકોને પીવાના પાણીની બોટલ પણ સાથે લઈ જવા દેવામાં આવતી નથી, બીજી બાજુ થિયેટરમાં ઊંચા ભાવે પાણીની બોટલો વેચવામાં આવતી હોય છે. અને લોકોને ના છૂટકે વધુ ભાવ આપીને પાણીના બોટલો ખીદવાની ફરજ પડે છે. આ સંદર્ભે […]

દેશના 49 હજાર ગામના જળ પ્રદુષણથી પ્રભાવિત: રિપોર્ટમાં ખુલાસો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં પ્રદુષણમાં ઘટાડો થાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતમાં લગભગ 49 હજાર ગામનુ પાણી પ્રદુષણથી પ્રભાવિત થયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પ્રદુષિત પાણીને કારણે ગ્રામજનોના આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ ઘરોમાં નળના જોડાણો આપવાની યોજના પૂર્ણ કરાશે

ગાંધીનગર :  ગુજરાતમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હર ઘર જલ યોજનાની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કરી હતી. પાણી પુરવઠા મંત્રી – રાજ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં યોજાઇ બેઠક યોજાઇ હતી. ગુજરાતના 6 જિલ્લાઓ-68 તાલુકાઓ તથા 12910  ગામોમાં 100 ટકા નળ જોડાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code