પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજયી બનતા જીતના ઢોલ ગુજરાતમાં વાગ્યા, ભાજપ-આપએ જશ્ન મનાવ્યો
અમદાવાદ : લોકસભાની 2024ની ચૂંટણી પહેલાની સેમી ફાયનલ ગણાતી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપએ ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં જીત તરફની કૂચમાં આગળ વધતા ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ જશ્ન મનાવ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં બહુમતી મેળવીને સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લેતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ ઢોલ વગાડીને ખૂશી મનાવી હતી. […]