1. Home
  2. Tag "BJP"

મોદી કેબિનેટ 3.0માં ભાજપના દિગ્ગજની સાથે સહયોગી દળોના નવા ચહેરાઓ પણ થશે સામેલ

નવી દિલ્હીઃ આજે સાંજે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લઇ રહ્યાં છે. તેમની સાથે મંત્રી મંડળમાં સમાવેશ થનાર સાંસદોને પ્રધાનમંત્રી આવાસ પર બોલાવવામાં આવ્યાં હતા. યૂપીથી રાજનાથસિંહ, એસ.પી.બધેલ બિહારથી LJP ના ચીરાગ પાસવાન અને જીતનરામ માંજી, ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલ TDP માંથી રામ મોહન નાયડુ અને પી. ચંદ્રશેખર પેમ્પાસા આ ઉપરાત અમિત શાહ, […]

ઓડિશામાં ભાજપા દ્વારા મુખ્યમંત્રીની પસંદગી માટે મંથન શરૂ કર્યું, 10મીએ શપથગ્રહણ યોજોવાની શકયતા

નવી દિલ્હીઃ ઓડિશા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું. 26 વર્ષથી સત્તામાં રહેલી નવીન પટનાયકની બીજુ જનતા દળની સરકારને હટાવવામાં ભાજપ સફળ થયું છે. હવે ભાજપમાં સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ 10 જૂને યોજાય તેવી શક્યતા છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત બીજેપીની ટોચની નેતાગીરી પણ […]

રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ચિરાગ પાસવાન, જીતન રામ માંજી, સહિત આટલા લોકો થઇ શકે છે કેબિનેટ મંત્રી તરીકેના શપથ

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. અહીં અમે તમને એ નામ જણાવવા જઇ રહ્યા છે જેઓ વડાપ્રધાનની શપથવિધિ પછી મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. પીયૂષ ગોયલ (ભાજપ) જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) શાંતનુ ઠાકુર (ભાજપ) રક્ષા ખડસે (ભાજપ) રાવ […]

NDA એ સુશાસનનો પર્યાય : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ તમામ જોડાણના ભાગીદારોએ સર્વસંમતિથી ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના નેતા નરેન્દ્ર મોદીને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યા પછી, પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA સરકાર સુશાસન પ્રદાન કરશે અને તેમને ફરીથી સેવા કરવાની તક આપવા બદલ લોકોનો આભાર માન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઔપચારિક રીતે ભાજપના નેતા, NDA સંસદીય દળના નેતા અને લોકસભાના નેતા તરીકે ચૂંટાયા […]

સરકાર બનાવવા ટેકો લેવા મજબુર ભાજપ નીતીશ-નાયડૂની આ માંગ સ્વીકારશે ?

સહયોગીઓને સહારે બહુમત મેળવી સત્તા પર ટકી રહેવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે. આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને અગ્નિવીર યોજનાની સમીક્ષા સુધીની માંગણીઓ ચર્ચામાં છે. એક તરફ ભાજપ સામે વિરોધ પક્ષોને ખુશ રાખવાનો પડકાર છે, તો બીજી તરફ યુપીમાં લાગેલા આંચકાના કારણો સમજવામાં આવી રહ્યા છે. આ અંગે ઘણું મંથન ચાલી રહ્યું છે. […]

ભાજપના યૂપીમાં નબળા પ્રદર્શન બાદ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કરી રાજીનામાની ઓફર

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ રાજીનામું આપવા માટે તૈયારી દર્શાવી છે. ભૂપેન્દ્ર ચૌધરીએ જે. પી. નડ્ડાની સામે રાજીનામાની રજૂઆત કરી છે. તેમણે પોતે ઉત્તર પ્રદેશમાં પક્ષના નબળા પ્રદર્શનની જવાબદારી સ્વીકારી છે અને રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હકીકતમાં, […]

ભાજપા અને તેલુગુ દેશમ પાર્ટી વચ્ચે એનડીએ સરકારમાં કેબિનેટને લઈને સમજુતી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે દેશમાં નવી સરકારની રચનાને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. દરમિયાન તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) વચ્ચે સરકાર બનાવવા માટે સમજૂતી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NDAના આ બે ઘટક પક્ષો વચ્ચે કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને બે કેન્દ્રીય રાજ્ય મંત્રી (MoS)ના પદ પર […]

ગુજરાતના ભાજપના સાંસદોને આ વખતે કેન્દ્રિય પ્રધાન મંડળમાં પુરતું પ્રતિનિધિત્વ નહીં મળે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો મેળવી છે. ગત વખતે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાત સાંસદોને કેન્દ્રિય પ્રધાન મંડળમાં સ્થાન મળ્યુ હતું. પરંતુ આ વખતે સાત સાંસદોને પ્રધાન મંડળમાં સ્થાન મળે એવી શક્યતા ઓછી છે. કારણ કે, એનડીએના સાથી પક્ષો વધુ મંત્રીપદ માગી રહ્યા છે. નીતિશથી લઈને નાયડુએ મંત્રાલયોની ડિમાન્ડોનું લિસ્ટ ભાજપને સોંપી દીધું છે. વડાપ્રધાન […]

ચીની અખબારના પત્રકારે લખ્યું નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત્યા છે, પરંતુ આ એક રીતે હાર છે

ભારતની લોકસભા ચૂંટણી પર માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના દેશો નજર રાખી રહ્યા હતા. આ વખતે ભાજપને માત્ર 240 બેઠકો મળી છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. જો કે, NDA ગઠબંધન પાસે સંપૂર્ણ બહુમતી છે, નરેન્દ્ર મોદી પણ PM બનવા જઈ રહ્યા છે, પરંતુ ચીન હવે મજાક ઉડાવી રહ્યું છે. […]

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામોને પગલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પરિણામો આવ્યા બાદ તેમનું રાજીનામું આપ્યું છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપની હારની જવાબદારી સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપને ઓછી બેઠક મળી જેની તમામ જવાબદારી મારી છે.   મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. ભાજપે 28 બેઠકો પર, શિવસેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code