રાજસ્થાનઃ બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટનાની રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સ્વત: સંજ્ઞાન નોંધ લીધી
જયપુરઃ ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ એક મીડિયા અહેવાલ અંગે સ્વત:સંજ્ઞાન નોંધ લીધી છે. જેમાં 11 ડિસેમ્બર, 2024ના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લામાં લગભગ 56 કલાક સુધી 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અહેવાલ મુજબ, છોકરો ખેતરમાં રમતી વખતે બોરવેલમાં પડી ગયો હતો. પંચે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી […]