1. Home
  2. Tag "Breaking News Gujarati"

મુંબઈમાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું, શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ

મુંબઈઃ આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર વરસાદને કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના રેડ એલર્ટનો અર્થ એ છે કે આગામી સમયમાં ગંભીર અથવા અત્યંત ખતરનાક હવામાન પરિસ્થિતિઓ આવી શકે છે. લોકોએ રેડ એલર્ટમાં બહાર નીકળવાનું ટાળવવા અપીલ કરવામાં આવ્યો છે. શનિવારથી […]

નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું

નવી દિલ્હીઃ વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ આ મહિનાની 27 અને 28 તારીખે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાનારી 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તાજેતરના સિલેસિયા લેગમાં ભાગ ન લેવા છતાં, ચોપરાનું આ સિઝનમાં અગાઉનું પ્રદર્શન તેના ક્વોલિફિકેશનને સુનિશ્ચિત કરવા માટે પૂરતું હતું. નીરજે 88.16 મીટર સુધી […]

હૈદરાબાદ: જન્માષ્ટમીની શોભાયાત્રામાં દરમિયાન રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત

બેંગ્લોરઃ હૈદરાબાદમાં જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. રામંતાપુર વિસ્તારમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા દરમિયાન અચાનક રથ ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો હતો. આ દૂર્ઘટનામાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ સામેલ છે. આ દૂર્ઘટનાને પગલે લોકોમાં શોક ફેલાયો છે. તેમજ […]

છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ, એક જવાન શહીદ

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં એક જવાન વીરગતિને પામ્યો હતો. જ્યારે અન્ય 3 જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટો IED […]

શેરબજારમાં ઓપનિંગ સેશનથી જ ધૂમ તેજીનો માહોલ, BSEમાં 1000 પોઇન્ટનો વધારો

મુંબઈઃ શેરબજારમાં આજે ઓપનિંગ સેશનથી જ ધૂમ તેજીનો માહોલ જોવા મળતા રોકાણકારોમાં ખુશી ફેલાઈ છે. બીએસએફમાં 1000 પોઇન્ટ નો નિફ્ટીમાં 300થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ ગત વખતે તેનું ક્લોઝિંગ 80597.66 પર થયું હતું. જ્યારે આજે રજાઓના ગાળા બાદ સેન્સેક્સમાં સારો એવો 1022 પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો અને તે 81619.59ની સપાટીને સ્પર્શી ગયો હતો. […]

FIT ઇન્ડિયા મોબાઇલ એપ ડાઉનલોડ કરવા માટે ડો. માંડવિયાએ લોકોને કરી હાકલ

ભાવનગરઃ યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના પાલિતાણામાં તેમના વતન ગામ હાનોલથી ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલમાં ભાગ લઈને તમામ નાગરિકોને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે સ્પષ્ટ હાકલ કરી હતી. ડિસેમ્બર 2024માં મંત્રી દ્વારા શરૂ કરાયેલ, સાયકલ પહેલ અત્યાર સુધીમાં 46,000થી વધુ સ્થળોએ 8 લાખથી વધુ વ્યક્તિઓની ભાગીદારી […]

INS તમાલે ઇટાલીના નેપલ્સ ખાતે બંદર મુલાકાત પૂર્ણ કરી

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ, INS તમાલે ભારતની વાપસી યાત્રા દરમિયાન ઇટાલીના નેપલ્સ ખાતે રોકાણ કર્યું હતું. આ મુલાકાત બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર ભાર મૂકે છે, જેને ઔપચારિક રીતે 2023માં વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. INS તમાલે, નેપલ્સ બંદરમાં પ્રવેશતા પહેલા, ઇટાલિયન નૌકાદળના તાજેતરમાં કાર્યરત લેન્ડિંગ હેલિકોપ્ટર ડોક (LHD) […]

અમારા માટે, સુધારાનો અર્થ સુશાસનનું વિસ્તરણ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના રોહિણી ખાતે લગભગ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આ સ્થાનના મહત્વ પર ટિપ્પણી કરતા કહ્યું કે એક્સપ્રેસવેનું નામ ” દ્વારકા ” છે અને આ કાર્યક્રમ ” રોહિણી ” ખાતે યોજાઈ રહ્યો છે. તેમણે જન્માષ્ટમીની ઉત્સવની ભાવના પર પ્રકાશ પાડ્યો અને એ […]

નકલી જંતુનાશકો, ખાતર અને બીજ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: શિવરાજ સિંહ ચૌહાણ

ભોપાલઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના છિરખેડા ગામમાં સોયાબીનના ખેતરોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય મંત્રીને ફરિયાદ મળી હતી કે નીંદણનાશક દવાના ઉપયોગથી ખેડૂતોનો સોયાબીન પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. કૃષિ મંત્રી શ્રી ચૌહાણ અચાનક ખેતરોમાં પહોંચ્યા અને સેંકડો ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓની હાજરીમાં પરિસ્થિતિનો તાગ […]

પ્રધાનમંત્રીએ NDA દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ માટે થિરુ સીપી રાધાકૃષ્ણનના નામાંકનનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે થિરુ સીપી રાધાકૃષ્ણનજીને નોમિનેટ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. X પર એક થ્રેડ પોસ્ટમાં, તેમણે લખ્યું: “જાહેર જીવનમાં તેમના લાંબા વર્ષો દરમિયાન, થિરુ સીપી રાધાકૃષ્ણનજીએ તેમના સમર્પણ, નમ્રતા અને બુદ્ધિમત્તાથી પોતાને અલગ પાડ્યા છે. તેમણે જે વિવિધ હોદ્દા સંભાળ્યા છે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code