1. Home
  2. Tag "Breaking News Gujarati"

ખનીજચોરી કરતા વાહનો પકડાશે તો 30 દિવસ નહીં છૂટે, ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ,13 જાન્યુઆરી 2026: ગુજરાતમાં તંત્રની કાર્યવાહી છતાંયે ખનીજચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો એક વખત ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર […]

વડોદરા શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ કમિશનરે બેઠક બોલાવી

વડોદરા,13 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં રોડ અકસ્માતના બનાવમાં પાંચના મોત નીપજતા તંત્ર દોડતું થયું છે. શહેર પોલીસ કમિશનરે અકસ્માતના બનાવો ઘટાડવા માટે વિવિધ સુચનો આપવા અને મેળવવા માટે એક મહત્વની બેઠક બોલાવી હતી જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ, મ્યુનિ.કોર્પોરેશન, સીટી બસ અને ખાનગી કોન્ટ્રાક્ટરો સહિત જવાબદાર […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર હવે બે મીનીટથી વધુ વાહન રોકી શકાશે નહીં

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતોના બનાવો ઘટાડવા માટે હવે AI કેમેરા સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. નવી સિસ્ટમથી જો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે મિનિટથી વધારે વાહન ઉભું રહેશે AI સિસ્ટમ એલર્ટ જાહેર કરશે. અમદાવાદ-વડોદરા વે ગુજરાતનો સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વે છે, અહીં રોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય […]

ચોટિલામાં ડુંગરના તળેટીમાં ચોથા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ

 સુરેન્દ્રનગર,13 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલાના ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર દબાણો હટાવવા છેલ્લા ચાર દિવસથી ઝૂંબેશ ચાલી રહી છે. ડેપ્યુટી કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના પરિણામે, માતાજીના ડુંગર તરફ જતો મુખ્ય માર્ગ, જે અગાઉ દબાણોને કારણે સાંકડો હતો, તે હવે 40 ફૂટ પહોળો કરવામાં […]

રાજકોટમાં રાજદીપ સોસાયટીના રહિશોનું રોડના પ્રશ્ને રસ્તા રોકો આંદોલન

રાજકોટ,13 જાન્યુઆરી 2026:  શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 3 મહિનાથી […]

સુરતમાં કાલે ઉત્તરાણના પર્વને લીધે બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

સુરત,13 જાન્યુઆરી 2026:   શહેરમાં કાલે ઉત્તરાયણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે. પતંગો કાપવાના દાવપેચ લડાશે, અને સાથે કપાયેલા પતંગો લૂંટનારાઓની રોડ-રસ્તાઓ પર ભાગદોડ જોવા મળશે. ત્યારે રોડ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે આવતી કાલે તા. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય મ્યુનિએ લીધો છે. […]

ગુજરાતમાં કાલે ઉત્તરાણના દિને તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધુ અનુભવાશે

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર પડી છે. ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. આજે પણ નલિયામાં 6 ડિગ્રી, ભૂજમાં 9 અને કંડલામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલી અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ  […]

અમદાવાદના કાંકરિયા પરિસરમાં નવી બે ટોય ટ્રેન 3 મહિનામાં દોડતી કરાશે

 અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  શહેરના કાંકરિયા લેક માત્ર શહેરીજનો જ નહીં પણ બહારગામથી અમદાવાદની મુલાકાતે આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. બાળકો પણ પ્રવાસીની મોજ માણી શકે તે માટે લેકફ્રન્ટ પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી બે ટોય ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિડ્સ […]

ગુજરાતના આકાશમાં ગુંજશે પોષણનો સંદેશ, પતંગોત્સવના માધ્યમથી લવાશે જાગૃતિ

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં  મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે અને આજે 13 જાન્યુઆરી રોજ ‘પોષણ ઉડાન – 2026’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત પતંગોત્સવના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં બે દિવસ દરમિયાન રાજ્ય, ઝોન, જિલ્લા, ઘટક […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન, દિલ્હી જવા રવાના

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કરી  અમદાવાદ એરપોર્ટ ખાતેથી નવી દિલ્હી જવા રવાના થયા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનને  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી સહિત મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ  એમ.કે. દાસ, રાજકીય અગ્રણી  જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code