1. Home
  2. Tag "BreakingNewsGujarati"

બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, બંગાળ સરકારને આપી ડેડલાઈન

કોલાકાતા, 29 જાન્યુઆરી 2026: ભારત-બાંગ્લાદેશ સરહદ પર વધતી જતી ઘૂસણખોરી અને તસ્કરીની ઘટનાઓ રોકવા માટે કલકત્તા હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરહદ પર ફેન્સિંગ કરવા માટે કેન્દ્રના ફંડથી ખરીદવામાં આવેલી તમામ જમીન 31 માર્ચ, 2026 સુધીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ને સોંપી દેવામાં આવે. ચીફ […]

અજિત પવારનો કથિત ઓડિયો સંદેશ વાયરલ: સમર્થકો થયા ભાવુક

મુંબઈ, 29 જાન્યુઆરી 2026: બારામતીમાં થયેલા વિમાન અકસ્માતે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ હવે સોશિયલ મીડિયા પર તેમનો એક કથિત છેલ્લો સંદેશ AIઓડિયોના રૂપમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને સમર્થકો અને સામાન્ય જનતા અત્યંત ભાવુક થઈ રહ્યા છે. મરાઠી ભાષામાં વાયરલ થયેલા આ ઓડિયોમાં […]

અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મુંબઈમાં એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં એક દિવસની જાહેર રજા અને ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અત્યંત ભારે હૈયે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, “અજિત દાદાના અવસાનથી […]

દુનિયામાં ભારતનો દબદબો યથાવત, સૈન્ય શક્તિમાં ચોથા ક્રમે

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: વિશ્વભરમાં હાલ 52 જેટલા સક્રિય સૈન્ય સંઘર્ષો અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ‘ગ્લોબલ ફાયરપાવર’ દ્વારા વર્ષ 2026નું સૈન્ય શક્તિ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 145 દેશોની પરંપરાગત યુદ્ધ ક્ષમતાના વિશ્લેષણ બાદ જાહેર થયેલા આ રિપોર્ટમાં ભારતે ફરી એકવાર વિશ્વમાં પોતાની તાકાત બતાવી છે. ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ચોથા […]

કચ્છ: કોસ્ટ ગાર્ડે 9 પાકિસ્તાનીઓ સાથે એક શંકાસ્પદ બોટ ઝડપી

ભૂજ, 1 જાન્યુઆરી 2026: કચ્છની સંવેદનશીલ જળસીમામાં ભારતીય કોસ્ટ ગાર્ડ એ આજે એક મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાની નાગરિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે, જેમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આજે ગુરુવારે (15 જાન્યુઆરી) કોસ્ટ […]

ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ: નિર્દોષો પર બળપ્રયોગ કર્યો તો ખેર નથી

વોશિંગ્ટન, 10 જાન્યુઆરી 2026: ઈરાનમાં સર્વોચ્ચ નેતા ખામેનેઈના શાસન વિરુદ્ધ છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ કટોકટી વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો પ્રદર્શનકારીઓને દબાવવા માટે હિંસાનો આશરો લેવામાં આવશે, તો અમેરિકા શાંત બેસી […]

લો બોલો ચીનમાં વાંદરાની માંગ વધી, કિંમત 25 લાખ સુધી પહોંચી

બીજિંગ, 2 જાન્યુઆરી 2026 : નવા વર્ષની શરૂઆત સાથે જ ચીનમાં એક વિચિત્ર તેજી જોવા મળી રહી છે. ચીનમાં જે વાંદરાઓ અગાઉ થોડા હજારોમાં મળતા હતા, તેની કિંમત હવે વધીને રૂ. 25 લાખ સુધી પહોંચી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ખાનગી કંપનીઓ જ નહીં, પરંતુ રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારી એજન્સીઓ પણ આટલી […]

પાકિસ્તાની સેના પ્રમુખની મુલાકાતનો સાઉદી પ્રિન્સે કર્યો ઈનકાર

રિયાધ, 2 જાન્યુઆરી 2026 : યમનમાં ચાલી રહેલા આંતરવિગ્રહને કારણે હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિવાદની સીધી અસર પાકિસ્તાનના રાજકારણ પર પણ જોવા મળી રહી છે. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (MBS) પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર કે અન્ય કોઈ પણ નેતાને મળવાનો સ્પષ્ટ ઈનકાર […]

શાહરૂખ ખાનના વલણની ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડાએ કરી ટીકા

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હિંસક હુમલાઓને લઈને ભારતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડા ડો. ઉમર અહમદ ઇલિયાસીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન સહિતની જાણીતી હસ્તીઓની મૌન રહેવા બદલ ટીકા કરી છે અને સ્પષ્ટ કહ્યું છે […]

વાસદ-બગોદરા હાઈવે અકસ્માત: કાર ટેન્કર પાછળ ઘૂસી જતાં વેપારીનું મોત

બોરસદ, 27 ડિસેમ્બર 2025 : વાસદ-બગોદરા સિક્સ લેન હાઈવે પર બોદાલ ગામની સીમમાં ગતરાત્રિએ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલા ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં કાર ચાલક યુવાન વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code