હિમાચલના શિમલા અને કુલ્લુમાં વાદળ ફાટવાથી પરિસ્થિતિ વધુ વણસી, ઘરો અને દુકાનો સાથે પુલ પણ ધોવાયા
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે, કુલ્લુ જિલ્લાના પહાડીઓ પર વાદળ ફાટ્યા બાદ, શિમલા જિલ્લાના સરહદી રામપુર સબડિવિઝનમાં આવેલ ગંવી ખાડ નદી છલકાઈ ગઈ, જેના કારણે આ વિસ્તારમાં ઘણી તબાહી મચી ગઈ. નાન્થી અને ગાનવી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગાનવીમાં બે પુલ […]