ગુજરાત સરકારનું નાણા વિભાગ બજેટ-22ની તૈયારીમાં લાગ્યું, અંદાજપત્ર સંપૂર્ણ ચૂંટણીલક્ષી હશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આગામી વિધાનસભા સત્રમાં રજુ થનારૂં ચૂંટણી પહેલાનું છેલ્લુ બજેટ હશે. એટલે બજેટમાં વધુને વધુ લોકોને લાભ આપવામાં આવે તે માટે આકર્ષક બજેટ રજુ કરવામાં આવશે. બજેટમાં નવી અનેક યોજનાઓનો સમાવેશ કરવા તેમજ ઓબીસી અને નબળા વર્ગના લોકોને સરકારી યોજનાનો વધુ લાભ મળે […]