Homeગુજરાતીગુજરાતપોરબંદરના દરિયામાં ATS અને કોસ્ટગાર્ડે બોટને આંતરીને 200 કરોડના ડ્રગ્સ સાથે બેની...

પોરબંદરના દરિયામાં ATS અને કોસ્ટગાર્ડે બોટને આંતરીને 200 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026:  દેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાત પ્રવેશ દ્વાર બનતું જાય છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂંસણખોરી સામે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સતત સક્રિય છે. ત્યારે પોરબંદરના દરિયામાં  ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને એક બોટને આંતરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા, બન્ને શખસોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના દરિયા કાંઠે ડ્રગ્સની હેરાફેરી સામે મરીન પોલીસ, એટીએસ એને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓની બાજ નજર હોય છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની ભરતી વધી ગઇ છે. ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો સિલ્કરૂટ બની ગયો છે. ત્યારે ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો એક મોટો જથ્થો બોટમાં પોરબંદર તરફ લાવવામાં આવી રહ્યો છે.  આ માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી અને મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોરબંદરના દરિયાઈ સીમામાં શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક બોટને સુરક્ષા એજન્સીઓએ આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાના હતા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments