પાકિસ્તાનઃ તોશાખાના કેસમાં ઈમરાન અને બુશરા બીબીને કોર્ટે ફટકારી 17-17 વર્ષની સજા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી માટે કાયદાકીય મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. શનિવારે રાવલપિંડીની હાઈ-સિક્યોરિટી અદિયાલા જેલમાં ચાલતી એક વિશેષ જવાબદેહી અદાલતે બહુચર્ચિત ‘તોશાખાના-2’ ભ્રષ્ટાચાર કેસમાં બંનેને દોષિત જાહેર કરી 17-17 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. સુરક્ષાના કારણોસર અદિયાલા જેલની અંદર જ વિશેષ કેન્દ્રીય જજ શાહરૂખ અર્જુમંદે આ ચુકાદો […]


