પ્લાસ્ટિક પ્રદૂષ સામે ઝૂંબેશ, લોકોએ 14,505 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો
ગુજરાતમાં 2,841થી વધુ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાયા, પ્લાસ્ટિક પ્રદૂષણ સામેની ઝુબેશમાં 2.32 લાખથી વધુ સ્વયંસેવકો જોડાયા, પ્લાસ્ટિક પ્રદૂષણ સામે પખવાડિયા સુધી જાગૃતિ અભિયાન ચલાવાયું ગાંધીનગરઃ ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ-2025” અભિયાનનો ગત તા. 22 મેથી પ્રારંભ થયો છે, જે તા. 5 જૂન સુધી યોજાશે. […]