અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના વધુ 112 કેસ નોંધાયાઃ સિવિલમાં નવો વોર્ડ ઉભો કરાયો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગમાં બે દિવસમાં 112 જેટલા મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસો ENTમાં સામે આવ્યા છે. સરેરાશ રોજના 35 જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે […]