1. Home
  2. Tag "caught"

અમદાવાદના થલતેજમાં ક્રિકેટ સટ્ટાનું 21 કરોડનું કૌભાંડ પકડાયુ, 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા બંગલોઝ ખાતેના એક બંગલામાં પોલીસે રેડ પાડીને ક્રિકેટ સટ્ટાનું મોટું રેકેટ પકડી પાડ્યુ હતુ. સીઆઈડી ક્રાઈમે શ્રીલંકા પ્રીમિયર લીગની ટી-20 મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા બુકીની ધરપકડ કરી હતી. બુકી પાસેના 19 મોબાઈલમાંથી 6 એપ્લિકેશન મળી આવી હતી. જેમાંથી રૂ.21.30 કરોડના સટ્ટાના હિસાબ પકડાયા હતા. આ બુકીના મોબાઈલ ફોનમાંથી […]

સુરતમાં પોલીસને જોઈ બે શખસો બેગ અને બાઈક મુકી ભાગ્યા, બેગમાંથી એક કરોડનું ડ્રગ્સ મળ્યું

સુરતઃ ગુજરાતમાં પોલીસની ધોંસ છતાંયે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. દરમિયાન સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસ બાતમીને આધારે દરોડો પાડવા જઈ રહી હતી. ત્યાં જ બે યુવાનો પોલીસને જોઈને બેગ અને બાઈક અને સ્કુટર મુકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બેગની તલાસી લેતા એક કરોડની કિંમતનું એમડી […]

સુરતમાં નકલી જનસુવિધા કેન્દ્ર પકડાયું, માગો તે સરકારી ફેક દસ્તાવેજો બનાવી અપાતા હતા

સુરતઃ ગુજરાતમાં નકલી ચિજવસ્તુઓ, નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ રહી છે. જેમાં નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓની તો બોલબાલા છે. જ્યારે પીએમઓ, સીએમઓ, આઈટી, અને પોલીસના સ્વાંગમાં નકલી અધિકારીઓ અગાઉ પકડાયા હતા. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે. પુણાના મામલતદાર અને કાપોદ્રા પોલીસે રેડ પાડીને નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવનાર […]

સુરતમાં મેડિકલ પ્રેક્ટીસ કરતા 3 મુન્નાભાઈ MBBS ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં બોગસ તબીબોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતની રાજધાની ગણાતા સુરતમાંથી ડિગ્રી વિને મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ તબીબો અગાઉ વિવિધ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. જ્યાંથી મેડિકલને લઈને માહિતી મેળવી લીધા બાદ નાણા કમાવી લેવાની લ્હાયમાં જાતે […]

અમદાવાદમાં કૃષ્ણનગર ST ડેપોમાંથી બસ ઉઠાવીને ભાગેલો નશાબાજ ચોર દહેગામ નજીકથી પકડાયો

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી નશાબાજ શખસ  ST બસ હંકારીને બસ સાથે જ નાસી ગયો હતો. આ બનાવની પોલીસને જાણ કરાતા નરોડા પોલીસે અગલ અલગ ટીમો બનાવી સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન દહેગામ તરફ એસટી બસ જતી હોવાની માહિતી મળતા લોકોશન ટ્રેક કરીને પોલીસે દહેગામના કનીપુર પાસેથી એસટી બસને આરોપી સાથે પકડી […]

રાજકોટમાં મોરબી રોડ અને આજી વિસ્તારમાં PGVCLના દરોડા, 18.21 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું વધુ દુષણ જોવા મળી રહ્યું છે. અને તેથી પીજીવીસીએલને લાઈન લોસ વધી રહ્યો છે. આથી દિવાળી બાદ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ફરીવાર ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરના સીટી સર્કલ ડિવિઝન-1 હેઠળ મોરબી રોડ અને આજી-1, 2 તેમજ ઇન્ડસ્ટ્રી સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ-અલગ 30 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં […]

રાજકોટમાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા, 2000 કિલો ભેળસેળવાળો મુખવાસ પકડાયો

રાજકોટઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. પનીર, ઘી, મીઠાઈઓમાં ભેળસેળ પકડાઈ હતી. તાજેતરમાં પાલનપુર અને ડીસામાં ગાયના ઘીના નામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડવામાં આવી હતી, રાજ્યના તમામ શહેરોમાં ભેળસેળયુક્ત અખાદ્ય વસ્તુઓ સામે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દરોડો પાડીને 2000 કિલો મુખવાસનો ભેળસેળવાળો જથ્થો પકડી પાડ્યો […]

અમદાવાદના બાપુનગર અને સાઉથ બોપલ સહિત વિસ્તારોમાં વધુ 72 રખડતા ઢોર પકડાયાં

અમદાવાદઃ શહેરમાં હાઈકોર્ટની ફટકાર અને રાજ્ય સરકારની કડક સુચના બાદ મ્યુનિ.કોર્પોરેશને રખડતા ઢોરને પકડવાની ઝંબેશ સઘન બનાવી છે. મ્યુનિ,ના સીએનડીસી વિભાગના કર્મચારીઓ પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે સવારથી જ રખડતા ઢોર પકડવા માટે નિકળી પડે છે. શુક્રવારે કામગીરીના ભાગરૂપે  શહેરના બાપુનગર અને સાઉથ બોપલ સહિત સાત ઝોનમાંથી  કુલ 72 રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા. જેમાંથી […]

અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલ બાદ મ્યુનિ.ની ઝૂંબેશ, વધુ 266 રખડતા ઢોરને પકડ્યા

અમદાવાદઃ  શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો 1લી સપ્ટેમ્બરથી અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સીએનડીસી વિભાગે મંગળવારે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 266 જેટલાં ઢોર પકડવામાં આવ્યા હતા. શહેરનાં પૂર્વ વિસ્તારના નિકોલમાં સીએનડીસી  ટીમ ઢોર પકડવા ગઈ ત્યારે જશા ભરવાડ નામના વ્યક્તિએ કામગીરી દરમિયાન જાહેર […]

બનાસકાંઠાના શિહોરીના બલોચપુરા આશ્રમમાંથી ત્રણ કિલો ચરસ પકડાયુ, બે શખસોની અટકાયત

પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી ચરસ. ગાંજો સહિત લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સના રેકેટને પકડી પાડવા પોલીસ તંત્ર પણ જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા SOG પોલીસે શિહોરી વિસ્તારમાંથી ત્રણ કિલોથી વધુ ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. SOG પોલીસ શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code