ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યને 5 દિવસના ED રિમાન્ડ, PMLA કોર્ટનો નિર્ણય
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને શુક્રવારે (18 જુલાઈ) કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેમને ૫ દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધા હતા. અગાઉ શુક્રવારે દરોડા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. EDએ કોર્ટમાં તેમના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. […]