1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ, એક જવાન શહીદ

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં એક જવાન વીરગતિને પામ્યો હતો. જ્યારે અન્ય 3 જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટો IED […]

છત્તીસગઢમાં તમામ મસ્જિદો અને દરગાહમાં ફરજિયાત ધ્વજવંદન કરવામાં આવશે

સ્વતંત્રતા દિવસ પહેલા છત્તીસગઢની વિષ્ણુદેવ સરકારે એક મોટો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, છત્તીસગઢમાં તમામ મસ્જિદો, દરગાહ અને ઇમામબારગાહ તેમજ મુસ્લિમ ધાર્મિક સ્થળોએ ધ્વજવંદન ફરજિયાત કરવામાં આવશે. છત્તીસગઢ રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષ સલીમ રાજે જણાવ્યું હતું કે, “ભારતીય મુસ્લિમો ત્રિરંગાનું સન્માન કરે છે તેથી મસ્જિદો, દરગાહ, ઇમામ્બરો, ખાનકાહ અથવા મસ્જિદોની સામે ધ્વજ ફરકાવવો […]

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં બે જવાન ઘાયલ

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જેમાં બે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) જવાન ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ડીઆરજી ટીમને સોમવારે નક્સલ વિરોધી કાર્યવાહી […]

છત્તીસગઢઃ સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે. રાજ્યના બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ માઓવાદી વિરોધી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગઈકાલે બપોરે અબુઝહમાડ વિસ્તારના જંગલોમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટર સ્થળેથી 6 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા […]

છત્તીસગઢઃ દારૂ કૌભાંડમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસસ્થાને નવા દરોડા પાડ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય એજન્સીએ ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. કેસમાં નવા પુરાવા મળ્યા બાદ, ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભિલાઈમાં ચૈતન્ય બઘેલના ઘરની તપાસ કરી રહી […]

છત્તીસગઢઃ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાને EDએ દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ ઈન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા. તેમના પુત્ર ચૈતન્ય સામે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં મળેલી નવી માહિતીના આધારે ED એ ભિલાઈ શહેરમાં ચૈતન્યના ઘરની (જ્યાં તે તેના પિતા ભૂપેશ બઘેલ સાથે રહે છે) તલાશી લીધી. […]

છત્તીસગઢના સુકમામાં 23 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના સુકમા જિલ્લામાં 23 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે આ નક્સલીઓ પર કુલ 1.18 કરોડ રૂપિયાનું ઇનામ હતું. તેમણે કહ્યું કે આત્મસમર્પણ કરનારા 23 નક્સલીઓમાં નવ મહિલા નક્સલીઓ હતી. કોના પર કેટલું ઈનામ છે? અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ડિવિઝનલ કમિટી મેમ્બર લોકેશ […]

અમિત શાહે ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના આગમન સાથેજ મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં મેધાની મહેર જોવા મળી છે તો કેટલાક રાજ્યોમાં મેધાની કહેર જોવા મળી છે.દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે પણ મુશ્કેલીઓ વધારી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે થયેલી […]

છત્તીસગઢ: નારાયણપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલા નક્સલી ઠાર મરાઈ

નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ બે મહિલા નક્સલીઓને ઠાર કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ અબુઝહમાદ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલીઓને ઠાર મારી છે. તેમણે કહ્યું કે માઓવાદીઓના માડ ડિવિઝનના નક્સલીઓની હાજરીની માહિતી પર, નારાયણપુર અને કોંડાગાંવ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને STFની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કામગીરી માટે મોકલવામાં […]

છત્તીસગઢના બીજાપુરમાં 24 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

લખનૌઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહીને મોટી સફળતા મળી છે. અહીં 24 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 20 નક્સલી એવા છે જેમના પર 87.50 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ હવે હિંસા છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. આ માઓવાદીઓમાં PLGA કંપની નં.2 ડેપ્યુટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code