1. Home
  2. Tag "china"

ટેરિફ વોરઃ ટ્રમ્પ બાદ હવે ચીને પણ અમેરિકા ઉપર લાદ્યો આકરો ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વૉર પર ચીને પ્રતિક્રિયા આપતાં વિવિધ ચીજો પર 10 થી 15 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરી છે. ચીનના આ પગલાંતી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. અમેરિકાએ ચીનના સામાન પર 10 ટકા ટેરિફ લાદતાં ચીને જવાબી કાર્યવાહીમાં અમેરિકાના કોલસા અને એલએનજી પ્રોડક્ટ્સ પર 15 ટકા ટેરિફ લાદ્યો છે. […]

પનામા તાત્કાલિક ‘નહેર’ પર ચીનના પ્રભાવ-નિયંત્રણમાં ફેરફાર કરે: અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ દરમિયાન પનામા નહેર પર ચીનના વધતા પ્રભાવ પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલને ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ માંગ કરી છે કે પનામા તાત્કાલિક ‘નહેર’ પર ચીનના પ્રભાવ અને નિયંત્રણમાં ફેરફાર કરે. અમેરિકાના ટોચના રાજદ્વારીએ કહ્યું […]

અમેરિકા અને ચીનની જેમ હવે ભારત પણ પોતાનું જનરેટિવ AI મોડેલ બનાવશે

નવી દિલ્હીઃ અમેરિકા અને ચીન પછી, ભારત પણ પોતાનું જનરેટિવ AI મોડેલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ચેટજીપીટી અને ડીપસીકની જેમ, ભારત પણ પોતાનું એઆઈ મોડેલ બનાવશે. જોકે, તેને તૈયાર થવામાં લગભગ 6-8 મહિનાનો સમય લાગી શકે છે. હકીકતમાં, જનરેટિવ AI વાસ્તવમાં કૃત્રિમ બુદ્ધિનું એક સંસ્કરણ છે. જનરેટિવ AI મશીન લર્નિંગ મોડેલ્સની મદદથી પ્રોમ્પ્ટના આધારે […]

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દોડમાં ચીનની મોટી છલાંગ

ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દોડમાં મોટી છલાંગ લગાવી છે. એવું લાગતું હતું કે અમેરિકન કંપનીઓ આ રેસમાં અન્ય કોઈપણ દેશ કરતા ઘણી આગળ હતી, પરંતુ ચીને તે ખોટું સાબિત કરી દીધું છે. ચીને આ સેગમેન્ટમાં DeepSeek R1 રજૂ કર્યું છે, જે એક ઇન્ટ્રોડ્યુસ મોડેલ છે. ચાલો જાણીએ કે આ મોડેલ કેમ લોકપ્રિય થઈ રહ્યું છે લગભગ […]

અમેરિકાને નુકશાન પહોંચનાર દેશ ઉપર સરકાર આકરા ટેરિફ લાદશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીમકી ઉચ્ચારી હતી કે, અમેરિકાને નુકસાન પહોંચાડનાર કોઈપણ દેશ પર અમેરિકી સરકાર ટેરિફ લાદશે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લીધું અને કહ્યું કે આ દેશો સૌથી વધુ ટેરિફ લાદે છે. ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે એવા દેશો અને બહારના લોકો પર […]

સંબંધ સુધારવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત અને ચીન સહમત થયા

નવી દિલ્હીઃ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રિ ચીનના પ્રવાસે છે. તેમણે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા. આ દરમિયાન, એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ચીન-ભારત સંબંધોમાં સુધારાની પ્રક્રિયા ઝડપી બની છે. તેમના મતે, ગયા વર્ષે કાઝાનમાં પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પછી, તમામ સ્તરે સકારાત્મક વાતચીત થઈ છે. બેઠક […]

ચીન ઉપર 10 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનું વિચારી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય એ હકીકત પર આધારિત હશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઇલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઇલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં 50 ગણું વધુ […]

ભારતીય લોકોના વાળ ચીન મોકલવામાં આવતા હતા! દક્ષિણ ભારતમાંથી દાણચોરી, પશ્ચિમ બંગાળનો દાણચોર

ભારત સરકારના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ તિરુપતિ બાલાજી સહિત દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાંથી ચોરાઈને બિહાર થઈને નેપાળ લઈ જવામાં આવતા માનવ વાળનો મોટો માલ પકડ્યો છે. આ વાળ નેપાળ થઈને ચીન પહોંચાડવાના હતા. પશ્ચિમ બંગાળના બે દાણચોરોની સાથે બિહારના એક વ્યક્તિની પણ દાણચોરીના આરોપમાં DRI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈની ટીમ તેની […]

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં લેશે. ભારતે ઉપરના […]

ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી, બેંગ્લોરમાં બાળકીમાં જોવા મળ્યા લક્ષ્ણો

બેંગ્લોરઃ ચીનમાં હાહાકાર મચાવનાર એચએમપીવી વાયરસને લઈને દુનિયાના દેશોમાં ફરીથી ફફડાટ ફેલાયો છે. દરમિયાન ભારત સરકાર દ્વારા આ અંગે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. દરમિયાન એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થયાનું જાણવા મળે છે. બંગ્લોરમાં એક આઠ મહિનાની બાળકીમાં વાયરસના લક્ષ્ણો જોવા મળ્યાનું ચર્ચાય રહ્યું છે. જો કે, આ અંગે કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code