1. Home
  2. Tag "chotila"

ચોટિલામાં ડુંગરના તળેટીમાં ચોથા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ

 સુરેન્દ્રનગર,13 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલાના ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર દબાણો હટાવવા છેલ્લા ચાર દિવસથી ઝૂંબેશ ચાલી રહી છે. ડેપ્યુટી કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના પરિણામે, માતાજીના ડુંગર તરફ જતો મુખ્ય માર્ગ, જે અગાઉ દબાણોને કારણે સાંકડો હતો, તે હવે 40 ફૂટ પહોળો કરવામાં […]

ચોટિલા ડુંગર તળેટીમાં 17 એકર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

સુરેન્દ્રનગર, 11 જાન્યુઆરી 2026:   જિલ્લાના ચોટિલા ખાતે ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણો થયેલા છે. ત્યારે પ્રાંત અધિકારીએ ટીમને સાથે રાખીને ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ […]

ચોટિલાના મોટા કાંધાસર ગામે ખનીજચોરી સામે દરોડા, 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સરકારી જમીનમાંથી મંજુરી વિના હાર્ડ મોરમનું ખોદકામ કરાતુ હતુ સ્થળ પર હિટાચી મશીન અને બે ડમ્પરો પણ જપ્ત કરાયા ખનીજચોરો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી કરાશે સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં સરકારી જમીન પર ખનન થઈ રહ્યું હોવાની બાતમી મળતા નાયબ કલેકટરની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. […]

ચોટિલામાં હથિયારો સાથે ATM તોડવા આવેલી ગેન્ગને પોલીસે દબોચી લીધી

આરોપીઓ પાસેથી હથિયારો, સાધનો અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બે સ્થાનિક યુવાનોને ATM તોડવા બિહારથી ત્રણ શખસોની ગેન્ગને બોલાવી હતી, ત્રણેય શખસોને રાજકોટની હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરીને ATMની રેકી કરી હતી સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટિલામાં બેન્કનું એટીએમ તેડવા આવેલી ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. આરોપીઓએ દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, લોખંડની હથોડી સહિતના […]

ચોટિલાના મોલડી ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું

નાયબ કલેક્ટરની ટીમે પાડ્યો દરોડો, 2 JCB, 4 ટ્રેક્ટર સહિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યની સંડોવણી ખૂલી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સાયલા, ચાટિલા, થાન અને મુળી વિસ્તારમાં ખનીજચોરીના સૌથી વધુ બનાવો બને છે. ત્યારે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ચોટીલાના મોટી મોલડી ગામમાં સરકારી સર્વે નંબર 282વાળી જમીન પર […]

ચોટિલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય જનતા માટે ખૂલ્લુ મુકાયુ

ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય બન્યા બાદ ફાયર એનઓસીના અભાવે બંધ કરાયુ હતુ, 16,000 ચોરસ ફૂટ જમીન પર રૂપિયા 29 કરોડના ખર્ચે સંગ્રહાલયનું નિર્માણ કરાયુ છે, જાહેર જનતા માટે સંગ્રહાલય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય 16000 ચોરસ ફુટ જમીનમાં રૂપિયા 29 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું […]

ચોટિલામાં ચાંમુડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી, માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો, નવ દિવસ સુધી માતાજીને વિશેષ શણગાર કરાશે ચોટીલાઃ  સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. શ્રદ્ધાળુઓએ આ અદભુત દૃશ્યો […]

ચોટિલામાં કેજરિવાલની સભામાં વરસાદ વિધ્ન બન્યો, વરસાદે AAPનો પ્લાન બગાડ્યો

કેજરિવાર ગુજરાતની મુલાકાતે આવ્યા પણ સભા ન યોજી શકાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાની જાહેરાત, આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે અમદાવાદઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ચોટીલા ખાતે કપાસ પરના આયાત વેરાને હટાવવાના વિરોધમાં આજે રવિવારે આયોજિત કરાયેલી કિસાન મહાપંચાયત છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં […]

ચોટિલામાં સવા બે કરોડના ખર્ચે બનાવેલા એસટી બસ સ્ટેન્ડમાં સુવિધાનો અભાવ

નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડમાં પંખા અને લાઈટ્સની પુરતી સુવિધા નથી પૂછપરછનું કાઉન્ટર પણ બંધ હાલતમાં ચા-નાસ્તાના સ્ટોલ પણ મોટાભાગે બંધ જોવા મળતા હોય છે ચોટીલાઃ યાત્રાધામ ચોટિલામાં તાજેતરમાં જ નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. નવા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ હોવાથી પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમી હોવા છતાંયે પુરતા પંખાઓ પણ […]

ચોટિલામાં રાતના સમયે આકસ્મિક તપાસ કરાતા ખનીજની ચોરી કરીને જતી 5 ટ્રક પકડાઈ

નાયબ કલેક્ટરે ચેકિંગ દરમિયાન 1.20 કરોડના મુદ્દામાલ સહિત 5 ટ્રક જપ્ત કરી ટ્રકચાલકો રોયલ્ટી પાસ વિના ખનીજની હેરાફેરી કરતા હતા, ચેકિંગ ચાલી રહ્યાની જાણ થતાં કેટલાક ટ્રકચાલકો રસ્તા પર રેતી-કપચી ખાલી કરીને નાસી ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. કલેકટર દ્વારા ખનીજચોરી સામે લાલ આંખ કરવામાં આવી હોવા છતાંયે ખનીજ ચોરી થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code