1. Home
  2. Tag "civil hospital"

જીનેટીક ડિસઓર્ડર જેવી તકલીફ ઘરાવતા દર્દીઓને મળશે રાહત, અમદાવાદની સિવિલમાં શરૂ કરાઈ OPD

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન જીનેટીક ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં જીનેટીક સેવા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ  રાજ્યની પ્રથમ હોસ્પિટલ છે. વર્ષ 2014 થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કૉલેજ સાથે જોડાયેલ ડૉ. અલ્પેશ પટેલના પ્રયાસો અને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ પહેલ હાથ ધરાઇ છે. જીનેટીક ડિસઓર્ડર જેવી […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

રાજકોટઃ  શહેર જિલ્લાની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રોડ-રસ્તા, ગટર, પાણી, ટોયલેટ, ફાયરસેફ્ટી અને ઇલેક્ટ્રિકના કામોમાં બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરીને આ મુદ્દે તટસ્થ તપાસની માગણી કરી હતી. સોમવારે  શહેર કોંગ્રેસે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ ખાતે વિરોધ સાથે રજુઆત કરી હતી. પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરોને ભગવો રંગ લગાવાતા વિરોધ, અંતે સફેદ કલર લગાવાયો

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ સત્તાધારી પક્ષને વહાલા થવા માટે સ્ટ્રેચરોનો સફેદ રંગ બદલીને ભગવો રંગ લગાવાતા વિરોધ ઊભો થતાં આખરે ભગવો રંગ બદલીને ફરી સફેદ કલર કરવામાં આવ્યો છે. આ અંગે સ્પષ્ટતા કરતા ઇમર્જન્સી વિભાગના મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ જણાવ્યું હતું કે સ્ટ્રેચરનો કલર સફેદ હોવો જોઈએ, પરંતુ ઇમર્જન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા […]

અમર કક્ષ : અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ

અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ”નું આજે લોકાર્પણ કર્યું હતુ. અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો, પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ એક સકારાત્મક વાતાવરણ ઉભી કરીને માનસપટલ પર સકારાત્મક અસરો […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 અંગદાનથી 8 વ્યક્તિને મળ્યુ નવજીવન

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠાએ ફરી એક વખત જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી 8 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના સત્તકાર્યોની સુવાસ રાજ્ય ઉપરાંત દેશ અને વિદેશમાં પણ પ્રસરી છે.જેના પરિણામ સ્વરૂપ જ આ સિધ્ધિ હાંસલ થઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ 97માં […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન ગુલ્લી મારતા તબીબો સામે તંત્રની લાલ આંખ

અમદાવાદ : શહેરના  સિવિલ હોસ્પિટલમાં કેટલાક તબીબો ગુલ્લી મારતા હોવાની ફરિયાદો ઊઠી છે. તબીબો ચાલુ ફરજ દરમિયાન ગુલ્લી મારતા હોવાથી બહારગામથી આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગને પરિપત્ર કરવાની ફરજ પડી છે. હવે તબીબો ફરજ દરમિયાન ગુલ્લી નહીં મારી શકે. તબીબોની હાજરી પર હવે બાજ નજર રાખવામાં આવશે. […]

સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું છે. અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરતું અંગદાન કર્યું છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શેખ રૂબેનભાઈને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતાં 14 […]

હાઈટેક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલોને મામલે ગુજરાત ટોપ ઉપર : PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં આશરે રૂ. 1275 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓના શિલાન્યાસ કર્યા અને રાષ્ટ્રને અર્પણ કરી હતી તેમજ હોસ્પિટલ સંકુલમાં પીએમ મોદીએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ચાલીને મુલાકાત લીધી હતી. આ પછી પીએમ મોદીનું મંચ પર આગમન થયું જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું. પીએમ મોદીએ તકતીનું અનાવરણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત […]

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં ૩૦૦૦થી પણ વધુ થાય છે સર્જરી

અમદાવાદઃ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં 3 હજારથી પણ વધુ સર્જરી થાય છે. એક મહિનામાં 250થી વધુ હાડકાના ઓપરેશનો થાય છે. ઓર્થોપેડીક વિભાગના ડો.પાલા સહિતની ટીમ દ્વારા રશિયન પધ્ધતિથી સર્જરીઓ કરવામાં આવે છે. આધુનિક સાધનોથી ગરીબ દર્દીઓના ઓપરેશનો થાય છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાડકાની ઉત્તમ સારવાર અને સર્જરી કરવામાં આવે છે. જેમાં ટૂંકા પગને લાંબા કરવા, […]

અમદાવાદઃ કોરોનાની સાથે સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે હવે જીવલેણ મનાતા સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શહેરમાં છ વર્ષ સુધીની વય ધરાવતા 27 બાળક સહિત સ્વાઈન ફલૂનાં કુલ 336 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.સ્વાઈન ફલૂના કેસમાં એકાએક થયેલા વધારાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂના દર્દીઓને સારવાર આપવા માટે આઈસોલેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code