1. Home
  2. Tag "CM patel"

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ઃ રાજ્યમાં એક જ દિવસમાં રૂ. 1401 કરોડના રોકાણો માટે 4 MoU

અમદાવાદઃ રાજ્યમાં વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમનાં બીજા […]

રાજ્યમાં એક જ દિવસમાં રૂ. 1360 કરોડના રોકાણો માટે 6 MoU થયાં

અમદાવાદઃ આગામી વાયબ્રન્ટ સમિટ-2024 પૂર્વે રાજ્ય સરકારે અત્યારથી જ વિવિધ ઉદ્યોગગૃહો સાથે MoU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. જે અંતર્ગત, આજે રાજ્ય સરકારે એન્‍જીનિયરીંગ, ટેક્સ્ટાઈલ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કુલ રૂ. 1360 કરોડના રોકાણોથી ઉદ્યોગની સ્થાપના માટેના 6 MoU કર્યા હતા. ગુજરાતમાં સ્કીલ્ડ વર્કફોર્સ સરળતાથી ઉપલબ્ધ છે, સાથે જ લેબર પીસ અને ઉદ્યોગ શરૂ […]

ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર

અમદાવાદઃ સરકારે ટ્રેક્ટર ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે. 52,516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી […]

આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છુંકઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા  બદલીને CAG સરકાર સાથે સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે. વડાપ્રધાન એ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી […]

ગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના નેતા બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાએ નોંધાવી ઉમેદવારી

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો ઉપર આગામી તા. 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે, દરમિયાન ભાજપાએ આજે વધારે બે ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. દરમિયાન ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે […]

સાહિત્ય એવી સંજીવની છે જે જીવનમાં ઊર્જા-ચેતના ભરી દે છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2021-22ના સાહિત્ય ગૌરવ પુરસ્કારોથી નવ જેટલા સાહિત્ય સર્જકોનું સન્માન કરતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે સાહિત્ય, સંસ્કૃતિ, કલા-કારીગરીના આપણા ભવ્ય વારસા અને વિરાસતને વિશ્વખ્યાતિ અપાવવામાં સાહિત્યસર્જકોનું ઉલ્લેખનીય પ્રદાન છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સાહિત્ય એવી સંજીવની છે જે જીવનમાં ઊર્જા-ચેતના ભરી દે છે. તેમણે વધુમાં કહ્યું હતું […]

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રૂા. 309 કરોડ માર્ગ મકાન વિભાગના કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી

અમદાવાદઃ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળ પરિવહન મળી રહે તેવા ઉમદા હેતુસર રૂા. 308.90 કરોડના ખર્ચે કુલ 89.540૦ કિ.મી.ના રસ્તાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારના સ્ટેટ હાઇવેના મુખ્ય માર્ગ રાજકોટ-ભાવનગર રોડના નવીનીકરણ માટે નાગરિકો દ્વારા રજૂઆતો મળી હતી. તેને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ 70કિ.મી.ના રાજકોટ-ભાવનગર હાઈવેને રૂા. 293  કરોડના ખર્ચે ફોર-લેન […]

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2022ની બેચના 9 પ્રોબેશનરી IAS અધિકારીઓએ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના 9 પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ 9 યુવા પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-સ્પીપામાં પાંચ સપ્તાહની તાલીમ પૂર્ણ કરી છે. આ અધિકારીઓ સ્પીપા સહિતની તાલીમ અંતર્ગત બાવન અઠવાડિયા સુધી વિવિધ જિલ્લાઓમાં તાલીમ માટે જવાના છે.  તદ્દઅનુસાર, […]

ભરૂચમાં નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ, જાહેર-સરકારી અસ્ક્યામતોની સાચવણી કરવા CMનું આહવાન

અમદાવાદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં નવા બસપોર્ટનું લોકાપર્ણ કરતાં નાગરિકોને પ્રેરક આહવાન કર્યુ કે જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણીને તેની સાચવણીનું દાયિત્વ આપણે નિભાવવું જોઇએ. ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં રૂ. 113 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી – પહિંદ વિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી

અમદાવાદઃ- આજરોજ અષાઢી બીજના દિવસે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્મુરા અમદાવાદ ખાતે નીકળી છે ત્યારે હજારો ભક્તો આ યાત્રામાં જોડાયા છે દરેક લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આજરોજ મુખ્મંયત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને પહિંદવિધિ કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code