1. Home
  2. Tag "CM"

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા […]

ગાંધીનગરમાં CM સાથે પાટીદાર અગ્રણીઓની ફરીવાર બેઠક યોજાશે, સમાજના પ્રશ્નો અંગે કરાશે ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યા છે, ત્યારે વિવિધ સમાજના આગેવાનો દ્વારા સમાજના પ્રશ્નો અંગે સત્તાધારી પક્ષનું નાક દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજમાં પણ પોતાની માગણી માટે સળવળાટ શરૂ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બિન અનામત આયોગ સહિત 25 મુદ્દે પાટીદાર અગ્રણીઓની ગુરૂવારે મહત્વની […]

ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળોને સરકાર તરફથી પુરતી સહાય પણ મળતી નથી, CMને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દાતાઓના દાનની સરવાણી અને સરકારી સહાયના સહારે ચાલતા ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા ગૌવંશ સહિતના પશુધનની હાલત ગંભીર બની છે. સરકારે અગાઉ 500 કરોડની જાહેરાત કર્યા બાદ એક પણ રૂપિયો ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ન ચૂકવતા હાલમાં સંસ્થાઓની નિભાવણીમાં મુશ્કેલી […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે જ હશેઃ જીતુ વાઘાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ દ્વારા હજુ સત્તાવારરીતે મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મત્રી જીતુ વાઘાણીએ તો ઉત્સાહમાં આવીને જાહેરાત કરી હતી કે, વર્ષ 2023 બાદ પણ મુખ્યમંત્રી […]

પાલનપુરમાં 37.28 કરોડના ખર્ચે નવનિર્મિત ST બસ સ્ટેશનનું શનિવારે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

પાલનપુરઃ શહેરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ના ધોરણે રૂ.37.28 કરોડના ખર્ચથી આઇકોનિક એસટી બસ સ્ટેશનનું નિર્માણ કરાયુ છે. નવ નિર્મિત એસટી બસ સ્ટેશનનું આગામી તા. 4 જૂન-2022ને શનિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. ઉપરાંત વડગામ તાલુકાના સીસરાણા ખાતે 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત પણ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા […]

1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે

સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત પંજાબમાં 1 જુલાઈથી 300 યુનિટ વીજળી મફત માન સરકારે 30 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું ચંડીગઢ :પંજાબમાં ભગવંત માનની સરકારને સત્તામાં આવ્યાને એક મહિનો વીતી ગયો છે.આ અવસર પર રાજ્ય સરકારે સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. 1 જુલાઈથી રાજ્યના દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી […]

કેશોદ એરપોર્ટનું આવતીકાલે ઉદ્દઘાટન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી રહેશે હાજર

કેશોદ એરપોર્ટનું આવતીકાલે ઉદ્દઘાટન સીએમ પટેલના હસ્તે થશે ઉદ્દઘાટન સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ રાજકોટ :જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવીનીકરણ કરાયેલ એરપોર્ટનો ઉદ્દધાટન સમારોહ યોજાશે.તારીખ  16 એપ્રિલ એટલે કે આવતીકાલે બપોરે 2 કલાકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ એરપોર્ટનું ઉદ્દઘાટન થશે.એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂપિયા 25 કરોડના ખર્ચે વિવિધ […]

પાકિસ્તાનના PM ઈમરાન ખાનની ખુરશી સંકટમાં, પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બદલાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાનખાન પોતાની ખુરશી બચાવવા માટે હવાતિયા મારતા હોય તેમ પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીને હટાવીને સહયોગી પાર્ટીના નેતાને બેસાડી દીધા હતા. હવે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પરવેજ ઈલાહી હશે. ઈલાહી પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદાના નેતા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદા પાર્ટી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફની સહયોગી પાર્ટી છે. નેશનલ અસેંબલીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદાના […]

દિલ્હીથી બીએસએફની 35 મહિલા બાઈકર્સ ગુજરાત આવ્યા બાદ મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર સિક્યુરિટી ફોર્સની જાબાંઝ મહિલા કર્મીઓના ‘સીમા ભવાની શૌર્ય એક્સપીડેશન’-‘‘એમ્પાવરમેન્ટ રાઇડ 2022’’ને બીએસએફ ગુજરાતના હેડકવાર્ટર ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી દિલ્હીના ઇન્ડીયા ગેટથી ગત 8મી માર્ચ, આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે  35 જેટલી ડેર ડેવિલ બાઇકર્સ ટીમની સાહસિક સફર શરૂ થઇ છે. દિલ્હીથી 5280 કિ.મીનું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઇને આ 35 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code