1. Home
  2. Tag "CM"

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ શપથ ગ્રહણ કર્યા, કેજરિવાલ પણ રહ્યાં ઉપસ્થિત

દિલ્હીઃ પંજાબ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યાં હતા. દરમિયાન આજે ભગવંત માનએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર શપથ લીધા બાદ ભગવંત માનના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અહંકાર નહીં કરવા માટે અપીલ કરી હતી. […]

ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડક્ટરો પર હૂમલા છતાં કાર્યવાહી નહીં, મંડળની CM ને રજુઆત

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસમાં કંડકટર અને ડ્રાઈવરો ઉપર છેલ્લા દોઢ મહિનામાં અલગ અલગ સ્થાનો પર હુમલાની ઘટનાને લઇ એસટીના કર્મચારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નિગમના સત્તાધિશોને લેખિતમાં રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. એટલું નહીં પરંતુ મંડળે અધિકારીઓ દ્વારા […]

ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો […]

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીઃ યનિફોર્મ સિવિલ કોડ લાવવાની મુખ્યમંત્રીની જાહેરાત

નૈનીતાલ: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. બીજી તરફ કર્ણાટકમાં હિજાબ વિવાદ વધારે વકર્યો છે. દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તરત જ સમાન નાગરિક સંહિતા લાવવામાં આવશે. આ માટે એક વિશેષ સમિતિ બનાવવામાં આવશે. અન્ય હિતધારકો સાથે ન્યાયશાસ્ત્રીઓ, નિવૃત્ત લોકો […]

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ન બોલાવાતા પાલિકાને સુપરસિડ કરવા CMને રજુઆત

વલસાડ : શહેરની નગરપાલિકાના અંધેર વહિવટથી વિકાસના કામો ખોરંભે પડતા  વિપક્ષે નગરપાલિકાને સુપરસીડ કરવાની દરખાસ્ત સાથે તાત્કાલિક વહીવટદાર મૂકવા મુખ્યમંત્રીને ઉદ્દેશી પત્ર લખતા  નગર પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલસાડ નગર પાલિકા દ્વારા જાન્યુઆરીમાં લેવામાં આવતી ફરજિયાત સામાન્ય સભા ન બોલાવાતા શહેરના વિકાસના કામો અટકી જવાથી પાલિકાને સુપરસીડ કરવા માંગ કરવામાં આવી છે. વલસાડ નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ […]

ભારતે પોતાનું અમૂલ્ય રત્ન ગુમાવ્યુઃ સુર સમ્રાજ્ઞી સ્વ. લત્તા મંગેશકરને CM ભૂપેન્દ્ર પટેલએ શ્રદ્ધાંજલિ અર્પી

ગાંધીનગરઃ સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયાં અને દુનિયાને અલવિદા કહી દીધું. આજે સવારે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈમાં શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. સ્વર્ગસ્થ […]

રાજકોટ: લક્ષ્મીનગર અંડર બ્રિજનું થયું લોકાર્પણ, ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિક લોકોને રાહત મળશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો બ્રિજ બ્રિજનું નામ CDS બિપિન રાવત નામ રાખવામાં આવ્યું શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત રાજકોટ: CM ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં લક્ષ્મીનગર અંડરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું.42 કરોડના ખર્ચે બનેલા બ્રીજનું મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું.આ બ્રિજનું નામ CDS બિપિન રાવત નામ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે,બ્રિજ હેઠળથી રોજ 2 લાખ […]

મુખ્યમંત્રીએ સીએસને સાથે રાખીને અમદાવાદ-રાજકોટ 6 લેન હાઈવેના કામનું નિરિક્ષણ કર્યું

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  આજે શનિવારે સવારે ગાંધીનગરથી મુખ્ય સચિવ  પંકજ કુમાર સાથે લીંબડી પહોંચ્યા હતા જ્યાં તેણે અમદાવાદ – રાજકોટ હાઇવેની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી અચાનક નિરિક્ષણ માટે આવતા જિલ્લાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ નિરિક્ષણ બાદ કોન્ટ્રાક્ટરને કેટલીક સુચનાઓ આપી હતી. તેમજ લીંબડી હાઈવેના ઓવરબ્રીજનું કામ જલ્દી પૂર્ણ કરવાનું સુચન […]

ગુજરાતના ઊર્જા વિભાગમાં ભરતીકાંડના આક્ષેપને પગલે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ગાંધીનગરઃ  ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં […]

મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 27મી જાન્યુઆરીએ યોજાશે, લોકો પ્રશ્નો મોકલી શકશે

ગાંધીનગરઃ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આવતા મહિને એટલે કે 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. રાજય સરકાર તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરાયુ છે. જે અંતર્ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code